DA Hike: સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી શૂન્ય થશે કે મોટો વધારો થશે? ખાસ જાણો આ માહિતી
લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે 50 ટકા મોંઘવારી ભથ્થું થયા બાદ તેને શૂન્ય કરી દેવાશે. 1 જુલાઈ 2024થી આવું થશે. ચર્ચાઓ એવી પણ હતી કે તેને શૂન્ય કરીને 50 ટકા DA ને બેઝિક સેલરીમાં મર્જ કરી દેવાશે. હવે જુલાઈ વીતી ચૂક્યો છે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ માટે હજુ કોઈ સારા સમાચાર નથી.
Trending Photos
7th Pay Commission news: લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે 50 ટકા મોંઘવારી ભથ્થું થયા બાદ તેને શૂન્ય કરી દેવાશે. 1 જુલાઈ 2024થી આવું થશે. ચર્ચાઓ એવી પણ હતી કે તેને શૂન્ય કરીને 50 ટકા DA ને બેઝિક સેલરીમાં મર્જ કરી દેવાશે. હવે જુલાઈ વીતી ચૂક્યો છે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા ખબર નથી. જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું 50 ટકા મળી રહ્યું છે. પરંતુ તેને શૂન્ય કરાયું નથી. જુલાઈથી પણ ગણતરી આગળ વધતી રહેશે. જેને શૂન્ય કરવા પર કોઈ વિચાર નથી.
વાત જાણે એ છે કે આ ચર્ચા HRA માં થયેલા રિવિઝનના કારણે ઉઠી. કારણ કે સાતમાં પગાર પંચ સમયે મોંઘવારી ભથ્થાને મર્જ કરવામાં આવ્યું હતું. પરંતુ તેને હવે લાગૂ કરાશે એવો કોઈ નિયમ નથી. DA ના 50 ટકા પહોંચવા પર HRA ને રિવાઈઝ કરવાનો નિયમ હતો. અહીંથી એ પણ ચર્ચા શરૂ થ ઈ કે મોંઘવારી ભથ્થું શૂન્ય કરાશે. પરંતુ સરકાર તરફથી તેના પર કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી.
તો હવે શૂન્ય થશે કે નહીં?
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો થશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલતી રહેશે. હકીકતમાં તેને લઈને કોઈ નિયમ છે જ નહીં. આ અગાઉ જ્યારે બેઝ યરમાં ફેરફાર કરાયો હતો ત્યારે આમ કરવામાં આવ્યું હતું. હવે બેઝ યરમાં ફેરફારની હાલ કોઈ જરૂર નથી. આથી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 50 ટકાના દરથી આગળ વધશે.
આ વખતે શું?
જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના નંબર્સથી નક્કી થશે કે જુલાઈ 2024થી કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળશે. અત્યાર સુધીમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, અને મે મહિનાના આંકડા આવી ગયા છે. જાન્યુઆરીમાં ઈન્ડેક્સ નંબર 138.9 હતો જેનાથી મોંઘવારી ભથ્થું વધીને 50.84 ટકા થઈ ગયું હતું. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ઈન્ડેક્સ 139.2 અંક, માર્ચમાં 138.9 અંક, એપ્રિલમાં 139.4 અંક, અને મે મહિનામાં 139.9 અંક પર રહ્યું. આ પેટર્ન પર મોંઘવારી ભથ્થું 51.44 ટકા, 51.95 ટકા, એપ્રિલમાં 52.43 ટકા અને મે સુધીમાં 52.91 ટકા પહોંચી ચૂક્યું છે.
Month | CPI(IW)BY2001=100 | DA% Monthly Increase |
Jan 2024 | 138.9 | 50.84 |
Feb 2024 | 139.2 | 51.44 |
Mar 2024 | 138.9 | 51.95 |
Apr 2024 | 139.4 | 52.43 |
May 2024 | 139.9 | 52.91 |
Jun 2024 | ||
કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું?
એક્સપર્ટ્સનું માનીએ તો મોંઘવારી ભથ્થું (DA)માં 3 ટકાનો વધારો થઈ શકે છે. આમ થાય તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53 ટકા થાય. શૂન્ય થવાની શક્યતા નથી. AICPI Indexથી નક્કી થતા DA નો સ્કોર હાલ 52.91 ટકા પર છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે જૂનના નંબર્સ આવશે ત્યારે તે 53.29 ટકા પર પહોંચશે. એટલે કે તે વધીને 50થી 53 ટકા થઈ શકે છે. AICPI ઈન્ડેક્સથી મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવે છે. ઈન્ડેક્સમાં અલગ અલગ ક્ષેત્રથી ભેગા કરાયેલા મોંઘવારીના આંકડા દર્શાવે છે કે મોંઘવારીની સરખામણીમાં કર્મચારીઓનું ભથ્થું કેટલું વધવું જોઈએ.
ક્યારે થશે જાહેરાત
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં થાય છે. પરંતુ તેને જુલાઈ 2024થી જ લાગૂ કરવામાં આવશે. વચ્ચેના મહિનાની ચૂકવણી એરિયર તરીકે થશે. સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાન્યુઆરીથી જૂન 2024 સુધીના AICPI ના આંકડા મોંઘવારી ભથ્થું નક્કી કરશે. મોંઘવારી ભથ્થું 52.91 ટકા પહોંચી ચૂક્યું છે. એક્સપર્ટ્સ માને છે કે આ વખેત 3 ટકાનો વધારો નક્કી છે. આમ થવાની સ્થિતિમાં મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે