Crorepati Tips: જો આ 5 બાબતોનું ધ્યાન રાખશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે

કરોડપતિ બનવું કોને ન ગમે? રસ્તા પરથી પસાર થઈ રહેલી મોંઘીદાટ ગાડી, કે લક્ઝરી ઘર...તેમને જોઈને એકવાર તો મનમાં કરોડપતિ બનવાનું સપનું દરેકને સળવળી ઉઠતું હશે. પરંતુ યેનકેન પ્રકારે મન મનાવીને બેસી જતા હોઈએ છીએ. પરંતુ અમે તમને જણાવીએ કે કરોડપતિ બનવું જરાય અઘરું નથી. આ માટે જરૂરી છે મજબૂત ઈરાદા અને દ્રઢ ઈચ્છાશક્તિની. 

Crorepati Tips: જો આ 5 બાબતોનું ધ્યાન રાખશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે

કરોડપતિ બનવું કોને ન ગમે? રસ્તા પરથી પસાર થઈ રહેલી મોંઘીદાટ ગાડી, કે લક્ઝરી ઘર...તેમને જોઈને એકવાર તો મનમાં કરોડપતિ બનવાનું સપનું દરેકને સળવળી ઉઠતું હશે. પરંતુ યેનકેન પ્રકારે મન મનાવીને બેસી જતા હોઈએ છીએ. પરંતુ અમે તમને જણાવીએ કે કરોડપતિ બનવું જરાય અઘરું નથી. આ માટે જરૂરી છે મજબૂત ઈરાદા અને દ્રઢ ઈચ્છાશક્તિની. મનમાં નક્કી કરી લો કે કરોડપતિ  બનવું જ છે તો રસ્તો સરળ બની શકે છે. જો કે આ માટે જરૂરી છે કે તમારી આવકનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરવામાં આવે. 

આ 5 બાબતો કરોડપતિ બનવાનો રસ્તો સરળ  બનાવશે

1. તમારી આવકથી બચતની રકમને અલગ કરો. આ એક એવી રકમ હોવી જોઈએ જેનો ઉપયોગ સામાન્ય જરૂરિયાતો માટે નહીં પરંતુ ફક્ત ભવિષ્ય માટે થવો જોઈએ. 

2. પોતાના ખર્ચને કંટ્રોલ કરો. જરૂર પડ્યે  રકમનો ઉપયોગ કરો. જેથી કરીને નિયમિત જમા રકમ પર તેની અસર ન પડે. ખર્ચ કરતા પહેલા બજેટ બનાવવાથી પણ મદદ મળે છે. 

3. બચતની રકમનું રોકાણ નિયમિત અને અનુશાસિત રીતે કરો. આ માટે SIP કે SEP ને વિકલ્પ તરીકે પસંદ કરી શકાય છે. તેનાથી મૂળ રકમની સાથે સાથે સારું રિટર્ન પણ મળશે. 

4. રોકાડમ કરતા પહેલા નાણાકીય સલાહકારની મદદ જરૂર લો. તેનાથી રોકાણ ક્યાં અને કેટલું કરવાનું છે તે બધુ ખબર પડશે. આ સાથે જ કોશિશ કરો કે રોકાણ ડાયવર્સિફાય હોય. 

5. નાણાકીય સલાહકારની મદદથી રોકાણ માટે સારી સ્કીમની પસંદગી કરો. 

SIP થી પૂરું થશે કરોડપતિ બનવાનું સપનું!
બચતવાળી રકમનો ઉપયોગ જો યોગ્ય યોજનાથી કરીએ તો શક્ય છે કે તમે સમય કરતા પહેલા કરોડપતિ બની જાઓ. જો આપણે 21 વર્ષની ઉંમરથી દર મહિને 10 હજારની રકમ રોજબરોજના ખર્ચાથી બચાવીને SIP કરીએ તો 42 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની જવાય. આ માટે SIP કેલ્ક્યુલેટરથી સમજીએ. જે મુજબ દર મહિને 10 હજાર રૂપિયા જમા કરો તો ફક્ત 21 વર્ષના સમયગાળામાં 1 કરોડથી વધુ રકમ જમા થશે. જ્યારે રોકાણકારે તો ફક્ત 25 લાખ રૂપિયા જેટલું જ રોકાણ કર્યું હોય છે. 

કરોડપતિ બનવાનો ફોર્મ્યુલા

crorepati calculation

એટલે માત્ર 25 લાખ રૂપિયા જમા કરીને એક કરોડ મેળવીને કરોડપતિ બની જશો. SIP કેલ્ક્યુલેટર સ્પષ્ટપણે દર્શાવે છે કે 21 વર્ષના સમગાળામાં 25.20 લાખ રૂપિયાની રકમ જમા થઈ હશે. 12 ટકાના અંદાજિત રિટર્નના કારણે આ રકમ 1.13 કરોડ રૂપિયા થઈ જશે. એટલે કે રિટર્નની રીતે રોકાણકારને 88.66 લાખ રૂપિયા મળશે. જો કે રિટર્નનો આંકડો વધી કે ઘટી પણ શકે છે. કારણ કે તે બજારના ટ્રેન્ડ પર નિર્ભર કરે છે. 

ખાસ નોંધ- (ઉપર અપાયેલી ગણતરી અંદાજિત ગણતરી છે. કોઈ પણ પ્રકારના રોકાણ પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો)

આ વીડિયો પણ ખાસ જુઓ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news