Multibagger Stocks: 87 પૈસાના સ્ટોકે કર્યાં માલામાલ, રોકાણકારો બની ગયા કરોડપતિ
Multibagger Stocks: દિગ્ગજ કંસ્ટ્રક્શન કંપનીના સ્ટોકે છેલ્લા કેટલાક વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. તો શોર્ટ ટર્મમાં પણ સારૂ રિટર્ન આપ્યું છે.
Trending Photos
Multibagger Stocks: છેલ્લા કેટલાક દિવસથી શેર બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સેન્સેક્સ 0.35 ટકા ઘટી 65,397 પર હતો અને નિફ્ટી 0.42 ટકાના ઘટાડા સાથે 19500 પર બંધ થઈ હતી. પરંતુ આ ઘટાડા બાદ પણ સ્ટોક માર્કેટમાં કેટલાક સ્ટોકે ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપ્યું છે. તો લોન્ગ ટર્મમાં કેટલાક એવા શેર છે, જેણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
આવો સ્ટોક દિગ્ગજ કંસ્ટ્રક્શન કંપની એનસીસીનો છે. આ કંપનીએ શોર્ટ ટર્મમાં પણ જોરદાર રિટર્ન આપ્યું છે અને રોકાણકારોને મોટી કમાણી કરાવી છે. નાગાર્જુન કંસ્ટ્રક્શન કંપની લિમિટેડના સ્ટોકે એક વર્ષ દરમિયાન 116 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. તો છ મહિના દરમિયાન આ કંપનીના સ્ટોકે 36.56 ટકાનું રિટર્ન આપ્યું છે.
એક સમયે 87 પૈસાનો હતો શેર
એનસીસીનો શેર 5 ઓક્ટોબર 2001ના માત્ર 87 પૈસામાં મળી રહ્યો હતો અને આજે આ શેરની કિંમત 155 રૂપિયા છે. આશરે 22 વર્ષ દરમિયાન આ સ્ટોકે ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવ્યા છે. શુક્રવારે તેનો શેર 2.36 ટકાના ઘટાડા સાથે 155 રૂપિયા પર બંધ થયો હતો. તો એક સપ્તાહ દરમિયાન આ શેરમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. 20 વર્ષ દરમિયાન જોવામાં આવે તો આ શેર 2744 ટકાનું રિટર્ન આપી ચુક્યો છે.
એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ
જો એનસીસી કંપનીના શેરમાં કોઈએ એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યૂ 2 લાખ 16 હજાર રૂપિયા હોત. તો છ મહિના પહેલા 1 લાખનું રોકાણ આજે વધીને 1.36 લાખ થઈ ગયું હોત. સાથે પાંચ વર્ષ પહેલા 1 લાખ લગાવનાર ઈન્વેસ્ટરના શેરની વેલ્યૂ આજે 2.31 લાખ રૂપિયા હોત. આ રીતે જોવામાં આવે તો 20 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા લગાવનાર ઈન્વેસ્ટરની વેલ્યૂ આજે 28 લાખ રૂપિયાથી વધુ હોત. તો 2001માં 1 લાખ રૂપિયા લગાવનાર ઈન્વેસ્ટર આજે કરોડપતિ બની ગયા હોત.
ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારના રોકાણમાં જોખમ હોય છે, રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે