લૉકડાઉનમાં SBI ગ્રાહકોને મોટી રાહત, 3 મહિના સુધી નહીં ભરવો પડે લોનનો હપ્તો


લૉકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ પોતાના ગ્રાહકોને લોનની ઈએમઆઈ પર રાહત આપી છે. 

લૉકડાઉનમાં SBI ગ્રાહકોને મોટી રાહત, 3 મહિના સુધી નહીં ભરવો પડે લોનનો હપ્તો

નવી દિલ્હીઃ જો તમારી એસબીઆઈ બેન્કમાંથી કોઈ રિટેલ લોન ચાલી રહી છે તો તમારા માટે થોડા રાહતના સમાચાર છે. હકીકતમાં, આગામી ત્રણ મહિના સુદી તમારે લોનનો હપ્તો ભરવો પડશે નહીં. આ જાણકારી એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે આપી છે. 

એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, ગ્રાહકોના ઈએમઆઈના ત્રણ હપ્તાને ઓટોમેટિકલી ટાળી દેવામાં આવ્યા છે. આ માટે ગ્રાહકે બેન્કમાં એપ્લાઇ કરવાની જરૂર નથી. 

આરબીઆઈએ આપી હતી સલાહ
મહત્વનું છે કે શુક્રવારે સવારે આરબીઆઈએ બેન્કોને લોનની ઈએમઆઈ આપી રહેલા લોકોને 3 મહિના સુધી રાહત આપવાની સલાહ આપી હતી. પરંતુ આરબીઆઈએ તેને ફરજીયાત કર્યું નહતું. આરબીઆઈની સલાહ બાદ એસબીઆઈએ પ્રથમ બેન્ક છે જેણે ગ્રાહકોને રાહત આપી છે. 

ત્રણ મહિના બાદ EMIનો ભાર વધશે?
ના તેમ નહીં થાય, તે જરૂર સંભવ છે કે બેન્ક તમારો માસિક હપ્તો વધારી દે, આ સિવાય તમને ટેન્યોરમાં કેટલાક મહિના વધારવા કે વન ટાઇમ સેટલમેન્ટનો વિકલ્પ પણ મળી શકે છે. વન ટાઇમ સેટલમેન્ટ માટે 6થી 9 મહિના સુધીનો સમય મળી શકે છે. 

ક્યા પ્રકારની લોન પર 3 મહિના રાહત મળશે?
આરબીઆઈના નિવેદન પર ધ્યાન આપવામાં આવે તો હોમ લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન, કાર લોન સિવાય અન્ય પ્રકારની રિટેલ કે કંઝ્યુમર લોન સામેલ છે, પરંતુ બિઝનેસ લોનને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news