ક્રૂડ ઓઇલના ભાવમાં ધરખમ ઘટાડો, પાણીથી પણ સસ્તુ થયું ક્રૂડ ઓઇલ, 2200 રૂપિયા પ્રતિ બેરલે ભાવ ઘડ્યો

ક્રૂડ ઓઇલ પાણીથી પણ સસ્તુ થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અચાનક આવેલા ક્રૂડ ઓઇલના ભાવમાં 30 ટકાનો ઘટાડો આવ્યો છે, ત્યારબાદ ભારતીય વાયદા બજારમાં ક્રૂડ ઓઇલ 2200 રૂપિયા પ્રતિ બેરલ નીચે આવી ગયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં 1991 ના ખાડી યુદ્ધ બાદ આ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. 

ક્રૂડ ઓઇલના ભાવમાં ધરખમ ઘટાડો, પાણીથી પણ સસ્તુ થયું ક્રૂડ ઓઇલ, 2200 રૂપિયા પ્રતિ બેરલે ભાવ ઘડ્યો

નવી દિલ્હી: ક્રૂડ ઓઇલ પાણીથી પણ સસ્તુ થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અચાનક આવેલા ક્રૂડ ઓઇલના ભાવમાં 30 ટકાનો ઘટાડો આવ્યો છે, ત્યારબાદ ભારતીય વાયદા બજારમાં ક્રૂડ ઓઇલ 2200 રૂપિયા પ્રતિ બેરલ નીચે આવી ગયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં 1991 ના ખાડી યુદ્ધ બાદ આ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે, જોકે મુખ્ય રૂપથી સાઉદી અરબ દ્વારા ઓઇલના ભાવ ઘડવાને કારણે આવ્યો છે. 

એક બેરલમાં 159 લીટર ક્રૂડ ઓઇલ હોય છે. આ પ્રકારે એક લીટર ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 13-14 રૂપિયા જ્યારે એક લીટર પાણીની બોટલ માટે ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવવા પડે છે. ક્રૂડ ઓઇલને લઇને શરૂ થયેલી પ્રાઇસ વોર અને કોરોના વાયરસના પ્રકોપના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સોમવારે 30 ટકાથી વધુ ઘટાડો આવ્યો છે. 

વિદેશી બજારથી ચાલનાર ક્રૂડ ઓઇલના કારોબારમાં ઘરેલૂ વાયદા બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 30 ટકાથી વધુ તૂટીને 2,200 રૂપિયા પ્રતિ બેરલથી નીચે આવી ગયો છે. મલ્ટી કોમોટિડી એક્સચેંજ એટલે કે એમસીએક્સ પર ક્રૂડ ઓઇલના માર્ચ કરારમાં 997 રૂપિયા એટલે કે 31.56 ટકાનો ઘટાડા સાથે 2162 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 

તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોટિનેંટલ એક્સચેંજ એટલે કે આઇસીઇ પર બ્રેંટ ક્રૂડના મે કરારમાં ગત સત્રમાં 26.51 ટકાના ઘટાડા સાથે 33.27 ડોલર પર કારોબાર ચાલી રહ્યો હતો જ્યારે તે પહેલાં ભાવ 31.27 ડોલર પ્રતિ બેરલ સુધી ગયો. 

ન્યૂયોર્ક મર્કે ટાઇલ એક્સચેંજ એટલે કે નાયમેક્સ પર એપ્રિલ ડિલીવરી અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટના કરારમાં 28.44 ટકાના ઘટાડા સાથે 29.54 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો જ્યારે તે પહેલાં ભાવ 27.34 ડોલર પ્રતિ બેરલ સુધી ધટાડો થયો હતો.

એંજલ બ્રોકિંગના (એનર્જી તથા કરન્સી રિસર્ચ)ના ડેપ્યુટી વાઇસ પ્રેસીડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે 2015માં પણ આ પ્રકારની પ્રાઇસ વોરનું પરિદ્વશ્ય જોવા મળ્યું હતું. જ્યારે સાઉદીએ કહ્યું હતું કે જો ક્રૂડનો ભાવ 20 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયો તો તેને કોઇ ચિંતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news