CNG વાહન ચાલકોને વધુ એક આંચકો, પેટ્રોલની નજીક પહોંચ્યા સીએનજીના ભાવ
મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધાર્યો કર્યો છે. આ સાથે જ હવે લોકોને વધેલા ભાવ પર સીએનજી ખરીદવો પડશે અને તેના માટે લોકો હવેથી એકસ્ટ્રા પૈસા આપવા પડશે. તો બીજી તરફ આ સાથે જ પાઇપ્ડ પ્રાકૃતિક ગેસ (PNG) ના ભાવમાં વધારો કર્યો છે.
Trending Photos
CNG Price: સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર લાગ્યો છે. લોકોને ફરી એકવાર વધેલા ભાવ સાથે સીએનજી ખરીદવો પડશે. જોકે મુંબઇ શહેરના ગેસ વિતરક મહાનગર ગેસ લિમિટેડે (MGL) CNG ની કિંમતમાં વધારો કર્યો છે. આ સાથે જ PNG ના ભાવમાં પણ વધારો કર્યો છે. જોકે ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે પરંતુ સીએનજીના ભાવમાં થઇ રહેલા વધારાથી લોકોની ચિંતા વધી રહી છે. દેશભરમાં ઘણી જગ્યાએ સીએનજીના ભાવ વધારવામાં આવ્યા છે. જેના લીધે લોકોનું બજેટ બગડી ગયું છે.
હવે આપવા પડશે એકસ્ટ્રા રૂપિયા
મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધાર્યો કર્યો છે. આ સાથે જ હવે લોકોને વધેલા ભાવ પર સીએનજી ખરીદવો પડશે અને તેના માટે લોકો હવેથી એકસ્ટ્રા પૈસા આપવા પડશે. તો બીજી તરફ આ સાથે જ પાઇપ્ડ પ્રાકૃતિક ગેસ (PNG) ના ભાવમાં વધારો કર્યો છે. પીએનજીમાં તાત્કાલિક પ્રભાવથી 4 રૂપિયા પ્રતિ યૂનિટ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. કિંમતોમા6 એક મહિનામાં આ બીજો વધારો છે. તમને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ સ્તર પર પ્રાકૃતિક ગેસના ભાવમાં વધારો થઇ રહ્યો છે, ત્યારબાદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
સતત વધી રહ્યા છે ભાવ
ગત કેટલાક અઠવાડિયાથી વધતા જતા ભાવના લીધે સપ્લાયર અને વિતરક ઔધોગિક આપૂર્તિમાં કાપ મુકવામાં મજબૂર થઇ રહ્યા હતા. આ વર્ષે એપ્રિલ બાદથી કિંમતોમાં આ છઠ્ઠીવાર વધારો છે. એમજીએલે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'ગેસની પડતર કિંમતોમાં વધારાના કારણે અમારે પડતરની ભરપાઇનો નિર્ણય કર્યો છે. એટલા માટે અમે સીએનજીના છુટક વેચાણ 86 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ઘરેલૂ પીએનજીની કિંમત 52.50 રૂપિયા પ્રતિ યૂનિટ સુધી વધારી દીધા છે.
આ જગ્યાએ પણ વધ્યા ભાવ
તો બીજી તરફ તાજેતરમાં જ યૂપીની રાજધાની લખનઉમાં પણ સીએનજીના ભાવ વધ્યા છે. અહીં ગ્રીન ગેસ લિમિટેડ લખનઉ અને ઉન્નાવમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 5.3 રૂપિયાનો વધારો કર્યો છે. આ બાદ લખનઉમાં સીએનજી 96.10 રૂપિયા પ્રતિ કિલો અને ઉન્નાવમાં 97.55 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. અહી સીએનજીના ભાવ પેટ્રોલની આસપાસ પહોંચી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે