કેવી સુબ્રમણ્યમ આજે રજૂ કરશે આર્થિક સર્વે, ટ્વિટ કરી કહ્યું- ખૂબ જ ઉત્સાહિત છું...

મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ આજે (ગુરૂવાર) આર્થિક સર્વે રજૂ કરશે. પૂર્ણ બહુમતની સાથે બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર માટે આ આર્થિક સર્વે ખુબ જ મહત્વનો રહેશે.

કેવી સુબ્રમણ્યમ આજે રજૂ કરશે આર્થિક સર્વે, ટ્વિટ કરી કહ્યું- ખૂબ જ ઉત્સાહિત છું...

નવી દિલ્હી: મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમ આજે (ગુરૂવાર) આર્થિક સર્વે રજૂ કરશે. પૂર્ણ બહુમતની સાથે બીજી વખત સત્તામાં આવેલી મોદી સરકાર માટે આ આર્થિક સર્વે ખુબ જ મહત્વનો રહેશે. આર્થિક સર્વે બાદ આવતીકાલે નાણામંત્રી સિતારમણ બજેટ 2019 (Budget 2019) રજૂ કરશે.

આર્થિક સર્વે રજૂ કરતા પહેલા કેવી સુબ્રમણ્યમે ટ્વિટ પણ કર્યું. તેમણે લખ્યું, ‘મારો પ્રથમ અને નવી સરકારનો પણ પ્રથમ આર્થિક સર્વે સંસદમાં ગુરૂવારે રજૂ કરવાને લઇ હું ખુબ જ ઉત્સાહિત છું.’

— K V Subramanian (@SubramanianKri) July 2, 2019

આર્થિક સર્વેક્ષણ રિપોર્ટને બજેટના એક દિવસ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વેક્ષણ અર્થવ્યવસ્થાના ગત એક વર્ષનું રિપોર્ટ કાર્ડ હોય છે. તે આગામી નાણાકીય વર્ષના નીતિ-નિર્ણયોને પણ સૂચવે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news