પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે રાહત, આ રહ્યો આજનો ભાવ
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમતમાં થઈ રહેલા ફેરફાર વચ્ચે સ્થાનિક માર્કેટમાં સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળી છે
Trending Photos
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમતમાં થઈ રહેલા ફેરફાર વચ્ચે સ્થાનિક માર્કેટમાં સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છ દિવસ સુધી આવેલી તેજી પછી સતત બીજા દિવસે કિંમત સ્થિર રહી છે. ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના રેટ જુના સ્તરે જ રહ્યા છે. આ પહેલાં બુધવારે પણ કિંમતમાં ઘટાડો નથી થયો. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલ 70.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 64.33 રૂપિયા પ્રતિ લીટરની કિંમત પર વેચાઈ રહ્યું છે.
ગુરુવારે સવારે કોલકાતામાં પેટ્રોલ 72.75 રૂપિયા અને ડીઝલ 66.23 રૂપિયાના સ્તર પર રહ્યો છે. મુંબઈમાં આ કિંમત પેટ્રોલ અને ડીઝલ માટે અનુક્રમે 76.15 રૂપિયા અને 67.40 રૂપિયા તેમજ ચેન્નાઇમાં આ કિંમત અનુક્રમે 73.20 રૂપિયા અને 67.97 રૂપિયા પ્રતિ લીટર નોંધાઈ છે. એનસીઆરના ગુરુગ્રામમાં પેટ્રોલની કિંમત 70.78 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 63.70 રૂપિયા પ્રતિ લીટર નોંધાઈ છે. નોઇડામાં ડીઝલ 63.91 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયું છે.
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ પ્રતિ લીટર 46 પૈસા મોંઘું થઈ ગયું છે અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 43 પૈસાનો વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત વધવાને પગલે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે કારણ કે ભારત પોતાની તેલની જરૂરિયાતનો લગભગ 84 ટકા હિસ્સો આયાત કરે છે. આ કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચું તેલ મોંઘું થાય તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સહિત તમામ પેટ્રોલિયન ઉત્પાદન મોંઘા થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે