પુરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા, અમદાવાદમાં અમિત શાહે કરી પૂજા

આજે ભગવાન જગન્નાથની રથયાત્રા સંપૂર્ણ રીતરિવાજ પ્રમાણે કાઢવામાં આવશે

પુરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા, અમદાવાદમાં અમિત શાહે કરી પૂજા

નવી દિલ્હી : ઓડિસાના પુરીમાં 4 જુલાઈના દિવસે ધામધૂમથી ભગવાન જગન્નાથી રથયાત્રા કાઢવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ માટે પુરીમાં સુરક્ષાની પુરતી તૈયારી કરવામાં આવી છે. આજે ભગવાન જગન્નાથની તમામ રીતરિવાજ પ્રમાણે આખો દિવસ રથયાત્રા ચાલશે. 

— ANI (@ANI) 3 July 2019

માન્યતા પ્રમાણે તેઓ માસીના ઘરે ગુંડિચા દેવીના મંદિરે જશે. આ રથયાત્રામાં શામેલ થવા અને ભગવાન જગન્નાથનો રથ ખેંચવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુરી પહોંચી ગયા છે. 

— ANI (@ANI) 3 July 2019

ગૃહ મંત્રી અમિત શાહ અને તેમના પત્ની સોનલ શાહે પણ અમદાવાદમાં ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી છે. પુરીમાં ભગવાન જગન્નાથનો રથ સાંજે 4 વાગ્યે ખેંચવામાં આવશે અને ગુરુવાર સવારથી જ પૂજા અર્ચના શરૂ થઈ જશે. પુરીમાં ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના ત્રણ અલગઅલગ રથ તૈયાર થઈ ગયા છે અને હજારો શ્રદ્ધાળુઓ આ રથ ખેંચશે. નોંધનીય છે કે વસંત પંચમીના દિવસથી જ આ રથ બનાવવાનું શરૂ થઈ જશે અને લીમડાના લાકડામાંથી એ બનાવવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news