માત્ર 50 રૂપિયામાં Car ની ટેંક થઈ જશે ફૂલ! અહીં મળશે આટલું સસ્તુ Petrol-Diesel
દેશમાં પટ્રોલ-ડીઝલના ભાવથી હાહાકાર મચ્યો છે. અનેક મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થયો છે. આ જ રીતે ડીઝલના ભાવ પણ કઈ ઓછા નથી. ત્યાં બીજી તરફ દુનિયામાં પેટ્રોલિયમ સંપત્તિથી સમૃદ્ધ કેટલાક દેશોના ઈંધણના ભાવ સાંભળશો તો તમને માનવામાં પણ નહીં આવે. અહીં વેનેઝુએલા(Venezuela)ની વાત કરવામાં આવી છે, જ્યાં સાવ ઓછા રૂપિયામાં લોકો પોતાની કારનું ટેંક ફુલ કરાવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં પટ્રોલ-ડીઝલના ભાવથી હાહાકાર મચ્યો છે. અનેક મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થયો છે. આ જ રીતે ડીઝલના ભાવ પણ કઈ ઓછા નથી. ત્યાં બીજી તરફ દુનિયામાં પેટ્રોલિયમ સંપત્તિથી સમૃદ્ધ કેટલાક દેશોના ઈંધણના ભાવ સાંભળશો તો તમને માનવામાં પણ નહીં આવે. અહીં વેનેઝુએલા(Venezuela)ની વાત કરવામાં આવી છે, જ્યાં સાવ ઓછા રૂપિયામાં લોકો પોતાની કારનું ટેંક ફુલ કરાવી શકે છે.
રાજનૈતિક સંકટ છે જવાબદાર?
આ દેશમાં તમે માત્ર 50 રૂપિયામાં કારનું ટેંક ફુલ કરાવી શકો છો. જ્યારે ભારતમાં તમો 50 રૂપિયામાં માત્ર અડધો લીટર પેટ્રોલ પણ માંડ મળે છે. અસલમાં વેનેઝુએલામાં લાંબા સમયથી રાજનૈતિક ઉથલપુથલને કારણે એવી સ્થિતિ સર્જાઈ છે શું સામાન્ય અને શું ખાસ તેના પર સૌ કોઈ હેરાન છે. અહીં તમે ભારતીય ચલણના માત્ર 21 રૂપિયા ખર્ચીને તમારી બાઈકનું ટેંક ફુલ કરાવી શકો છો. એનર્જી સેક્ટરની વેબસાઈટ www.globalpetrolprices.com મુજબ વેનેઝુએલામાં પેટ્રોલ માત્ર 0.02 ડોલર છે. ડીઝલના ભાવ સાંભળીને તો તમને બિલકુલ વિશ્વાસ નહીં થાય કારણ તે અહીં ડીઝલની કિંમત 0 ડોલર છે.
ચલણનો હિસાબ-
આપને જણાવી દઈએ કે વેનેઝુએલાની મુદ્રામાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 5000 બોલિવર છે. જો તમે 0.02 ડોલરને ભારતીય ચલણમાં બાંટીએ તો આ કિંમત દોઢ રૂપિયા થઈ જાય છે. બીજી બાજુ ભારતીય મુદ્રાથી બોલિવરની સરખામણી કરવામાં આવે તો આ કિંમત 21 પૈસા પ્રતિ લીટર થાય છે. એવા તે માટે કારણ કે હાલિયા એક્સચેંજ રેટ મુજબ હાલમાં એક ભારતીય રૂપિયામાં 23,733.95 બોલિવર ગણવામાં આવે છે. આ દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં મોટા ભાગે પેટ્રોલની કિંમત ઓછી રહે છે. જો કે પહેલા પણ અહીં 1 લીટર પેટ્રોલી કિંમત ભારતની ટ્રેનોમાં મળતા રેલ નીરની પાણીની 15 રૂપિયાવાળી બોટલથી પણ ઓછી છે.
આ દેશોમાં ટૉફી, ચોકલેટ ખરીદવા જેટલું સસ્તુ છે પેટ્રોલ-
અન્ય કેટલાક દેશોમાં સસ્તા પેટ્રોલ મળવાની વાત કરવામાં આવે તો બીજી નંબર પર ઈરાન છે. જ્યાં સૌથી સસ્તુ પેટ્રોલ મળી શકે છે. આ જ રીતે 8 અન્ય દેશો જેવા કે સુડાન, કતર, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, નાઈઝીરિયા, કુવૈત, અલ્ઝીરિયા, અંગોલામાં પેટ્રોલની કિંમત બહું ઓછી છે. આ દેશોમાં કારમાં 1 લીટર પેટ્રોલ પુરાવવું ભારતની સરખામણીમાં ટૉફી, ચોકલેટ ખરીદવા જેટલું સસ્તું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે