Voter ID માં છે ખોટી જાણકારી, ઘરબેઠા ચપડીમાં કરો અપડેટ કરો નામ, સરનામું અને ફોટો

નેશનલ વોટર્સ સર્વિસની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ફોર્મ-8 ને ખોલવું પડશે અને જરૂરી જાણકારી આપવી પડશે. હવે તમને વોટર આઇડીમાં ફેરફારનો ઓપ્શન આપવામાં આવશે

Voter ID માં છે ખોટી જાણકારી, ઘરબેઠા ચપડીમાં કરો અપડેટ કરો નામ, સરનામું અને ફોટો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. 11 એપ્રિલના રોજ પહેલા તબક્કાનું મતદાન કરવામાં આવશે. જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો તમે પણ વોટિંગ કરી શકો છો. પરંતુ તેના માટે તમારું નામ વોટિંગ લિસ્ટમાં જરૂરી છે. અહીં તમારું કાયમી સરનામું હોય છે, ત્યાંની મતદાર યાદીમાં તમારું નોંધાયેલ છે. નામ ઉપરાંત તમારો ફોટો, સરનામું અને અન્ય જાણકારીઓ હોય છે. વોટર આઇકાર્ડનો ઉપયોગ દરેક કામ માટે કરી શકાય છે. એવામાં જો Voter ID પર પર છપાયેલ કોઇ ખોટી જાણકારીને તમે બદલવા માંગો છો તો અમે તમને એકદમ સરળ રીત બતવી રહ્યા છીએ. આ કામ ઘરેબેઠા મિનિટોમાં કરી શકો છો. 

જો તમારું સરનામું બદલવું હોય તો
તેના માટે નેશનલ વોટર્સ સર્વિસની સત્તાવાર વેબસાઇટ www.nvsp.in પર જવું છે. વેબસાઇટ ખોલ્યા બાદ અહીં Correction of entries in electoral roll જોવા મળશે. અહીં ક્લિક કરતાં સરનામું ચેંજ કરવાનું ઓપ્શન જોવા મળશે. સરનામું બદલવું છે અને એડ્રેસ પ્રૂફ તરીકે આધાર કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા સરકારી દસ્તાવેજની સોફ્ટ કોપી જમા કરવી કરાવવી પડશે. અપડેટ થયા બાદ તમને રેફરેંસ નંબર મળશે, જેની મદદથી અરજીને ટ્રેક કરી શકાય છે. વેરિફિકેશનનું કામ પુરૂ થયા બાદ નવા સરનામા પર વોટ આઇડી કાર્ડ મોકલી આપવામાં આવશે. 

કેવી રીતે બદલશો તમારો ફોટો
તેના માટે પણ નેશનલ વોટર્સ સર્વિસની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ફોર્મ-8 ને ખોલવું પડશે અને જરૂરી જાણકારી આપવી પડશે. હવે તમને વોટર આઇડીમાં ફેરફારનો ઓપ્શન આપવામાં આવશે. ફોટો બદલવાનો ઓપ્શન પસંદ કરીને નવો ફોટો અપલોડ કરવાનો છે. આ દરમિયાન ઓનલાઇન વેરિફિકેશનનું કામ કરવામાં આવે છે, જેમાં તમારો પર્સનલ નંબર અને મેલ આઇડી જેવી જાણકારી માંગવામાં આવે છે. ચાર અઠવાડિયાની અંદર ફોટો બદલાઇ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news