DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, એકાઉન્ટમાં આટલો વધી જશે પગાર

Latest news related to DA: સરકાર દર છ મહિના પર સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએની જાહેરાત કરે છે. તેનાથી કેન્દ્રીય સરકારના કર્મચારીઓનો પગાર વધી જાય છે. તો રાજ્ય સરકાર પણ કેન્દ્રના નિયમ પ્રમાણે તેના કર્મચારીઓને ડીએ આપે છે.
 

DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, એકાઉન્ટમાં આટલો વધી જશે પગાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યાં છે. તેવામાં સરકાર જલ્દી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકાર માર્ચ 2024માં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી દર મહિને લેબર બ્યૂરો તરફથી લેટેસ્ટ કંઝ્યુમર પ્રાઇઝ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર (સીપીઆઈ-આઈડબ્લ્યૂ) ના આધાર પર નક્કી કરવામાં આવે છે. 

કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં વધારો સાતમાં કેન્દ્રીય પંચની ભલામણોના આધાર પર નક્કી ફોર્મ્યુલા પ્રમાણે થશે. ઓક્ટોબર 2023માં કેબિનેટે છેલ્લે કર્મચારીઓ અને પેન્શનરનોના ડીએ અને ડીઆરમાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ ચાર ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ ગયું હતું. હવે સરકાર હોળીના તહેવાર પર મોંઘવારી ભથ્થામાં બીજા ચાર ટકાનો વધારો કરશે. 

સરકાર દેશના મોંઘવારી દરના આધાર પર ડીએમાં વધારાનો નિર્ણય કરે છે. એટલે કે મોંઘવારી વધુ હોય તો ડીએમાં વધુ વધારો થાય છે. ડીએ અને ડીઆર વધારો નાણાકીય વર્ષ માટે ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઇઝ ઈન્ડેક્સના 12 મહિનાની એવરેજમાં ટકાના વધારાથી નક્કી થાય છે. 

કેન્દ્રીય કર્મચારીઓને વર્તમાનમાં 46 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. તાજેતરમાં આવેલા AICPI ઈન્ડેક્સના આંકડાથી સ્પષ્ટ થયું છે કે આ વખતે ડીએમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે. પરંતુ તેને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળવાની બાકી છે. કર્મચારીઓને એપ્રિલના પગારમાં વધેલા મોંઘવારી ભથ્થાનો ફાયદો મળશે. પરંતુ તેને 1 જાન્યુઆરી 2024થી લાગૂ માનવામાં આવશે. 

શું હોય છે મોંઘવારી ભથ્થું?
કેન્દ્ર અને રાજ્યના સરકારી કર્મચારીઓને તેની કોસ્ટ ઓફ લિવિંગના સ્તરને સારૂ બનાવવા માટે મોંઘવારી ભથ્થું મળે છે. મોંઘવારી પ્રમાણે મોંઘવારી ભથ્થાની ગણતરી થાય છે. કર્મચારીઓની જીવનશૈલીમાં સુધાર કરવા માટે ભથ્થા તરીકે ડીએ સેલેરી સ્ટ્રક્ચરનો પાર્ટ રાખવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત આપવામાં આવે છે. આ સ્ટ્રક્ચર રાજ્યો પર પણ લાગૂ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news