Post Office ની સુપરહિટ સ્કીમ, દર મહિને મળશે 20,500 રૂપિયા, સરકાર આપશે તેની ગેરંટી

Post Office Scheme: જો તમે પણ રોકાણનો એવો વિકલ્પ શોધી રહ્યાં છો, જેમાં દર મહિને સારા પૈસા ઘરમાંઆવી શકે. તમે પણ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરી દર મહિને 20500 રૂપિયા સુધી કમાઈ શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પાંચ વર્ષ સુધી દર મહિને આવક મેળવી શકો છો. જાણો પોસ્ટ ઓફિસની સ્કીમની આ ગણતરી....

Post Office ની સુપરહિટ સ્કીમ, દર મહિને મળશે 20,500 રૂપિયા, સરકાર આપશે તેની ગેરંટી

Post Office Scheme: નિવૃત્તિ બાદ મોટા ભાગના લોકો રેગુલર ઈનકમ માટે પરેશાન હોય છે. સરકાર પણ સીનિયર સિટીઝનની આ જરૂરીયાતને ધ્યામાં રાખી સીનિયર સિટીઝન સ્કીમ ચલાવી રહી છે. પોસ્ટ ઓફિસ સરકાર તરફથી સ્કીમ ચાલી રહી છે. આ સ્કીમનો સૌથી મોટો ફાયદો છે કે તેમાં તમે તમારી નિવૃત્તિ પર પૈસા લગાવી શકો છો. જો તમે તેમાં વધુ રોકાણ કરો તો તમને વાર્ષિક આશરે 2,46,000 રૂપિયાનું વ્યાજ મળશે. એટલે કે દર મહિને 20500 રૂપિયા અને દરેક ક્વાર્ટરના આધાર પર 61500 રૂપિયાની આવક થઈ શકે છે. 

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ
પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. જેમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. સીનિયર સિટીઝન પોતાની નિવૃત્તિના પૈસા તેમાં લગાવી શકે છે. આ યોજનામાં રોકાણ કરવા પર તમને 80C હેઠળ છૂટ મળશે. પરંતુ વ્યાજની આવક પર એક મર્યાદા બાદ ટેક્સ ચુકવવો પડશે. તેના પર સરકાર 8.2 ટકા વ્યાજ આપી રહી છે. 

તમને કામ આવશે આ યોજના
પોસ્ટ ઓફિસની આ યોજના 60 વર્ષથી વધુ ઉંમરના લોકોનું ધ્યાન રાખી બનાવવામાં આવી છે, જેથી નિવૃત્તિ બાદ લોકોને નક્કી આવક મળી રહે. આ યોજના તે લોકો માટે પણ છે જેણે વીઆરએસ લીધું છે. સરકાર આ યોજના પર હાલમાં 8.2 ટકા વ્યાજ આપી રહી છે. આ યોજનામાં સીનિયર સિટીઝન 5 લાખ રૂપિયા એક સાથે જમા કરી શકે છે તો 10250 રૂપિયા દર ક્વાર્ટરમાં કમાઈ શકે છે. 5 વર્ષમાં તમે માત્ર વ્યાજથી 2 લાખ રૂપિયા સુધીની આવક મેળવશો. પૈસા જો 30 લાખ હોય તો તમને વર્ષે 246000 રૂપિયાનું વ્યાજ મળશે. જો તમે ગણતરી કરો તો દર મહિને પ્રમાણે 20500 રૂપિયા અને દર ક્વાર્ટરના આધાર પર 61500 રૂપિયા મળશે.

SCSS ના ફાયદા
આ બચત યોજના ભારત સરકારની ચલાવવામાં આવી રહેલી સ્મોલ સેવિંગ સ્કીમ છે. તેમાં ઈનકમ ટેક્સ એક્ટ સેક્શન 80સી હેઠળ ઈન્વેસ્ટરોને દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીના ટેક્સ છૂટનો ફાયદો મળે છે. દર વર્ષે 8.2 ટકા વ્યાજ મળે છે. તેમાં વ્યાજના પૈસા દર 3 મહિનામાં મળે છે. વ્યાજ દર વર્ષે એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર અને જાન્યુઆરીના પ્રથમ દિવસે ખાતામાં જમા કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news