ચંદા કોચર વિરુદ્ધ FIR દાખલ કરનાર CBIના એસપીની દિલ્હીથી રાંચી બદલી

સુધાંશુ ધરે જ FRIની કોપી પર સહી કરી હતી, ત્યારબાદ 24 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં ચાર જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. 

ચંદા કોચર વિરુદ્ધ FIR દાખલ કરનાર CBIના એસપીની દિલ્હીથી રાંચી બદલી

નવી દિલ્હીઃ ચંદા કોચર, દીપક કોચર અને વીએન ધૂતના મામલાની તપાસ કરી રહેલા સીબીઆઈ ઓફિસરની બદલી કરી દેવામાં આવી છે. સીબીઆઈના બેન્કિંગ એન્ડ સિક્યોરિટીઝ ફ્રોડ સેલના એસપી સુધાંશુ ધર મિશ્રાને રાંચી મોકલી દેવામાં આવ્યા છે. સુધાંશુ ધરે જ FRIની કોપી પર સહી કરી હતી, ત્યારબાદ 24 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં ચાર જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ધરની જગ્યાએ વિશ્વજીત દાસને બેન્કિંગ એન્ડ સિક્યોરિઝીટ ફ્રોડ સેલના SP નિયુક્ત કરવામાં આવ્યા છે. તે પહેલા CBIના કોલકત્તા સ્થિત ઇકોનેમિક ઓફિસમાં બ્રાન્ચ એસપી હતી. 

દાસના સ્થાને સુદીપ રોયને ઇકોનોમિક ઓફેન્સ બ્રાન્ચ, કોલકત્તાનો એસપી નિયુક્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે શુક્રવારે નાણાપ્રધાન અરૂણ જેટલીએ ટ્વીટ કરીને સીબીઆઈને નિશાને લીધી હતી. તેમણે સીબીઆઈને દુસ્સાહસથી બચવા તથા માત્ર દોષિઓ પર ધ્યાન આપવાની ચેતવણી આપી હતી. 

અમેરિકામાં સારવાર લઈ રહેલી જેટલીએ ટ્વીટ કર્યું હતું કે, ભારતમાં દોષિઓને સજા મળવાના ખરાબ દરનું એક કારણ તપાસ અને વ્યવસાયિક વલણ પર દુસ્સાહસ અને પ્રશંસા મેળવવાની આદત હાવી થઈ જવી છે. જેટલીએ કહ્યું, વ્યાવસાયિક વલણ અને તપાસના દુસ્સાહસમાં આધારભૂત અંતર છે. 

— ANI (@ANI) January 27, 2019

આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચર પર વીડિયોકને 3250 કરોડની લોન આપવાના મામલામાં અનિયમિતતા દાખવવાનો આરોપ છે. તેના પતિ વિરુદ્ધ પણ આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે. એજન્સીએ ચંદા કોચરના કાર્યકાળ દરમિયાન બેન્ક દ્વારા વીડિયોકોન સમૂહને 1875 કરોડ રૂપિયાની લોનની મંજૂરી આપવામાં કથિત અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારના મામલાની તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news