Income Tax Rules: સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ લાગૂ, Income Tax ના ફેરફારથી વધી ટેકહોમ સેલરી

Rent Free Accommodation: જે કર્મચારીઓ સારો પગાર મેળવે છે અને તેમના એમ્પ્લોયર દ્વારા મળનાર રેંટ-ફ્રી-હોમમાં રહેનાર કર્મચારીઓ વધુ બચત કરી શકશે. આનાથી તેમનો ટેક હોમ સેલરી વધશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) અનુસાર નવો નિયમ 1 સપ્ટેમ્બરથી એટલે કે આજથી અમલમાં આવ્યો છે.

Income Tax Rules: સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ લાગૂ, Income Tax ના ફેરફારથી વધી ટેકહોમ સેલરી

Income Tax Department: આજથી દેશના કરોડો નોકરીયાત લોકો માટે નવો નિયમ લાગુ થઈ ગયો છે. આ નિયમ લાગુ થયા બાદ પગારદાર વર્ગનો ઇનહેન્ડ પગાર વધશે. હા, આવકવેરા વિભાગ દ્વારા નોકરીયાતોને આ રાહત આપવામાં આવી છે. તાજેતરમાં આવકવેરા વિભાગે (Income Tax Department) રેંટ-ફ્રી-અકોમોડેશન (Rent-Free Accommodation) સંબંધિત નિયમમાં ફેરફાર કર્યો હતો.

કર્મચારીઓનો ટેક હોમ પગાર વધશે
જોકે આવકવેરા વિભાગે કર્મચારીઓને આપવામાં આવતા રેંટ-ફ્રી-હોમ (Rent-Free Home)ની કિંમત નક્કી કરવા માટેના નિયમમાં ફેરફાર કર્યો છે. એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતા રેંટ-ફ્રી-હોમ (Rent-Free Home) રહેનાર કર્ચારીઓ વધુ બચત કરી શકશે. આનાથી તેમનો ટેક હોમ સેલરી વધશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) અનુસાર, નવો નિયમ 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે.

નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું?
સીબીડીટીની નોટિફિકેશન અનુસાર કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાયના કર્મચારીઓને માત્ર આવાસ (અનફર્નિશ્ડ) આપવામાં આવે છે અને જો આવું ઘર એમ્પ્લોયરનું હોય તો મૂલ્યાંકન થશે - 2011ની વસ્તી ગણતરી મુજબ 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પગાર ના 10 ટકા (15 ટકા કરતા ઓછા). અગાઉ આ નિયમ 2001ની વસ્તી ગણતરી મુજબ 25 લાખથી વધુ વસ્તી માટે હતો.

કેવી રીતે વધુ બચત થશે?
નવા નિયમ મુજબ, 2011ની વસ્તી ગણતરી મુજબ 15 લાખથી વધુ પરંતુ 40 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં પગારના 7.5 ટકા (10 ટકાથી ઓછા) અગાઉ તેની વસ્તી 10 લાખથી વધુ નહીં પરંતુ 2001ની વસ્તી ગણતરી મુજબ 25 લાખથી વધુ હતી. આ અંગે એકેએમ ગ્લોબલ ટેક્સ પાર્ટનર અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે જે કર્મચારીઓ પર્યાપ્ત પગાર મેળવે છે અને એમ્પલોયર પાસેથી આવાસ પણ મેળવી રહ્યા છે, તેઓ હવે વધુ બચત કરી શકશે. જોકે તેમનો સુધારેલા દર સાથે તેમનો ટેક્સસ્લેબ બેસ ઓછો થઇ જશે. 

સરકારે આ ફેરફારો હેઠળ 2011ની વસ્તી ગણતરીના ડેટાનો સમાવેશ કર્યો છે. તેનાથી રેન્ટ ફ્રી હાઉસિંગનો લાભ લેતા કર્મચારીઓના ટેક્સેબલ સેલરીમાં ઘટાડો થશે. તેનાથી કર્મચારીઓનો ટેક હોમ સેલરી વધશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news