ક્યારે અને કેટલી લેવી જોઈએ Car Loan? જાણો કઈ રીતે ખરીદશો તમારી પહેલી કાર, આ ફોર્મ્યૂલા કરશે તમારી મદદ
કાર ખરીદતા પહેલા તમારે તે જાણી લેવું જોઈએ કે તમારે ક્યારે કાર ખરીદવી જોઈએ. તે પણ ખ્યાલ હોવો જોઈએ કે કેટલા રૂપિયાની કાર ખરીદવી જોઈએ. આમ તો આવો કોઈ નિયમ નથી, પરંતુ તમારૂ બજેટ ન બગડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ ફેસ્ટિવ સીઝન (Festive Season)ની શરૂઆત થઈ ચુકી છે. આ સીઝન ઘણા લોકો માટે પોતાની પ્રથમ કાર ખરીદવાની સીઝન પણ ગોય છે. ઘણા લોકો તો ધનતેરસના દિવસે પોતાની કાર ખરીદવા ઈચ્છે છે. તમે કાર ગમે તે દિવસે ખરીદો, પરંતુ કાર ખરીદતા પહેલા ખ્યાલ હોવો જોઈએ કે તમારે ક્યારે કાર ખરીદવી જોઈએ. તે પણ ખ્યાલ હોવો જોઈએ કે કેટલા રૂપિયાની કાર ખરીદવી છે. આમ તો કોઈ નિયમ નથી, પરંતુ જો તમે ઈચ્છો છો કે તમારૂ બજેટ ન બગડે તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
પહેલા જાણો કેટલા રૂપિયાની કાર ખરીદવી જોઈએ
અહીં તે લોકોની વાત કરી રહ્યાં છીએ જે કાર લોન લઈને કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જો તમારી પાસે સેવિંગ્સ છે તો તમારા બજેટ પ્રમાણે કાર ખરીદો. પરંતુ જો તમે કાર લોન લેવા ઈચ્છો છો તો તમારા કુલ પગારના અડધાથી વધુની કાર ખરીદવાથી બચવું જોઈએ. માની લો કે તમારો પગાર 10 લાખ રૂપિયા છે તો તમારો પ્રયાસ હોવો જોઈએ કે તમે 5 લાખથી વધુની કાર ન ખરીદો. આ કિંમત ઓન રોડ પ્રાઇઝ પ્રમાણે જુઓ. જો કોઈ મોંઘી કાર ખરીદવા ઈચ્છો છો તો પહેલા તમારા પગારમાં વધારાની રાહ જુઓ, બાકી તમારૂ બજેટ બગડી શકે છે.
ક્યારે કાર ખરીદવી જોઈએ?
તમારી કારકિર્દીના કયા તબક્કે તમારે કાર ખરીદવી જોઈએ, તે તમારો પગાર કેટલો છે અને તમે કઈ કાર ખરીદવા માંગો છો તેના પર નિર્ભર રહેશે. જ્યારે તમારો કુલ પગાર તમારી મનપસંદ કારની કિંમત કરતાં બમણો છે, તો તમે કાર લોન લઈને સરળતાથી કાર ખરીદી શકો છો. ઘણા લોકો વિચારે છે કે જો તેમને લોન લેવી જ છે તો તેના વિશે વધુ કેમ વિચારવું, પરંતુ જો તમે ખૂબ જ મોંઘી કાર ખરીદો છો તો તમારું બજેટ બગડી શકે છે.
કાર ખરીદવા સમયે 20-4-10 નિયમ કરો ફોલો
આમ તો આવો કોઈ નિયમ નથી, જેના પ્રમાણે તમારે કાર ખરીદવી જોઈે, પરંતુ જો આ નિયમ ફોલો કરવામાં આવે તો તમારૂ બજેટ બગડશે નહીં. આ નિયમમાં ત્રણ વસ્તુ છે. પ્રથમ છે કે તમારે તમારી કારની કિંમતનું આશરે 20 ટકા ડાઉન પેમેન્ટ આપવું જોઈએ. બીજો પોઈન્ટ છે કે તમે જે કાર લોન લો તેનો સમયગાળો 4 વર્ષથી વધુ ન હોવો જોઈએ. ત્રીજો પોઈન્ટ છે કે કાર લોનની ઈએમઆઈ તમારા પગારના 10 ટકાથી વધુ ન હોવો જોઈએ.
કેટલીક વાતોનું રાખો ધ્યાન
સૌથી પહેલા તો તે પ્રયાસ કરો કે કાર ખરીદવા દરમિયાન વધુમાં વધુ ડાઉન પેમેન્ટ કરો. તેમાં તમારે ઓછુ વ્યાજ ચુકવવું પડશે. તેવામાં તમે ઈચ્છો છો તો તમારી લોનનો સમયગાળો ઘટાડી શકો કે ઈએમઆઈ ઓછો કરાવી શકો.
જો તમારે પૈસા બચાવવા છે તો લેટેસ્ટ મોડલના ચક્કરમાં ન પડો. જે લેટેસ્ટ કાર આવે છે તેની કિંમત વધુ હોય છે અથવા તેના પર ડિસ્કાઉન્ટ મળતું નથી. તો થોડા સમય બાદ કાર પર ડિસ્કાઉન્ટ મળે છે. સાથે તે પણ ખ્યાલ આવે છે કે કારનું પરફોર્મંસ કેવું છે. તેથી તમને કાર લેવાના નિર્ણયમાં સરળતા રહેશે કે કઈ કાર ખરીદવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે