Share Market માં પૈસા રોકનારાઓ થઈ જાઓ સાવધાન! સેબી લાવી રહી છે નવા નિયમો

SEBI News: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા રોકાણકારો માટે સમયાંતરે પગલાં લેવામાં આવ્યા છે. હવે સેબી દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સેબીએ તેની વેબસાઈટ પર આ અંગેની સૂચના પણ જારી કરી છે. જાણો વિગતે...

Share Market માં પૈસા રોકનારાઓ થઈ જાઓ સાવધાન! સેબી લાવી રહી છે નવા નિયમો

SEBI Update: શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોના હિતોની સેબી દ્વારા કાળજી લેવામાં આવે છે. હવે સેબી દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવ્યું છે અને કેટલાક નવા નિયમો લાવવામાં આવ્યા છે, જે રોકાણકારોએ પણ ધ્યાનમાં રાખવા જોઈએ. આ અંગે સેબી દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. ચાલો તેના વિશે જાણીએ...

સેબીએ ઉઠાવ્યા પગલાં-
માર્કેટ રેગ્યુલેટર સેબીએ બાકી નોન-કન્વર્ટિબલ ડેટ સિક્યોરિટીઝ (NCD) ધરાવતી લિસ્ટેડ કંપનીઓ માટે આવી સિક્યોરિટીઝની વધુ ઇશ્યુ કરવા માટે તેમને સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ગુરુવારે તેની વેબસાઈટ પર પોસ્ટ કરેલી સૂચનામાં જણાવ્યું હતું કે આ ફેરફાર 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે.

કિંમતમાં પારદર્શિતા-
આ પગલાંનો હેતુ નોન-કન્વર્ટિબલ ડેટ સિક્યોરિટીઝ (Non-Convertible Debt Securities ) (NCD)ના ભાવમાં પારદર્શિતા લાવવાનો છે. આનાથી રોકાણકારો અને બજાર ડેટ સિક્યોરિટીઝ વિશે વધુ સારી માહિતી મેળવી શકશે. આ સિવાય અનલિસ્ટેડ બોન્ડના મિસ સેલિંગની શક્યતા પણ દૂર થશે. સેબીએ તેના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે અમુક પ્રકારની સિક્યોરિટીઝને આ જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમાં આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 54EC હેઠળ જારી કરાયેલ કેપિટલ ગેઇન્સ ટેક્સ ડેટ સિક્યોરિટીઝ, પાકતી મુદત સુધી રાખવામાં આવેલી NCDs અને કોઈપણ નિયમનકાર, ટ્રિબ્યુનલ અથવા કોર્ટના આદેશ પર જારી કરાયેલ NCDsનો સમાવેશ થાય છે.

પાકતી મુદત સુધી જાળવી રાખવામાં આવશે-
સેબીએ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે લિસ્ટેડ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી સિક્યોરિટી મેચ્યોરિટી પીરિયડ સુધી રાખવામાં આવશે અને તે પછી જ તેને રોકડ કરી શકાશે. જૂનમાં સેબીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. તે પછી, સેબીએ ડેટ સિક્યોરિટીઝના લિસ્ટિંગ અંગેની જોગવાઈઓ જારી કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news