અદાણીમાં નોકરીની તક! 13 હજાર લોકોની થશે ભરતી, જાણો કોને-કોને મળી શકે છે મોકો

Adani solar manufacturing capacity : અદાણી જૂથ તેની સૌર ઉત્પાદન ક્ષમતાને 10 GW સુધી વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. હાલમાં કંપનીની સૌર ઉત્પાદન ક્ષમતા 4 GW છે. જેને પગલે અદાણીમાં નવી નોકરીની તકો સર્જાઈ શકે છે.

અદાણીમાં નોકરીની તક! 13 હજાર લોકોની થશે ભરતી, જાણો કોને-કોને મળી શકે છે મોકો

Gautam Adani solar : અબજોપતિ ગૌતમ અદાણી સૌર ઉર્જા ક્ષેત્ર પર પોતાની પકડ મજબૂત કરવાના ઈરાદા સાથે સૌર ઉત્પાદન ક્ષમતા વધારવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રૂપ 2027 સુધીમાં તેcની સોલર મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને 10 GW સુધી વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. અદાણી ગ્રુપની વર્તમાન સોલાર ઉત્પાદન ક્ષમતા 4 GW છે. નવા સોલાર મેન્યુફેક્ચરિંગ યુનિટથી 13,000 થી વધુ લોકો માટે નોકરીની તકો ઉભી થવાની સંભાવના છે.

અદાણી સોલર પાસે 3,000 મેગાવોટથી વધુની નિકાસ ઓર્ડર બુક છે, જે આગામી 15 મહિનામાં પૂર્ણ થવાની છે. અદાણી ગ્રૂપે તાજેતરમાં સોલર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે બાર્કલેઝ પીએલસી અને ડોઇશ બેંક એજી પાસેથી બિઝનેસ ફાઇનાન્સ દ્વારા USD 394 મિલિયન એકત્ર કર્યા છે.

ભારતે તેનું સૌર ઉર્જા ઉત્પાદન માર્ચ 2014માં 2.63 GW થી વધારીને જુલાઈ 2023 માં 71.10 GW કર્યું છે. આવી સ્થિતિમાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવાની જરૂર છે. સરકારે PLI યોજના અને અન્ય ઘણી પ્રોત્સાહક યોજનાઓ દ્વારા સૌર ઉત્પાદન માટે અદાણી જૂથ જેવી ખાનગી ક્ષેત્રની કંપનીઓને પ્રોત્સાહનો આપ્યા છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહિત-
અદાણી સોલારે 2016 માં 1.2 GW સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા સાથે ઉત્પાદન શરૂ કર્યું. 6 વર્ષથી ઓછા સમયમાં, અદાણી સોલારે તેની ઉત્પાદન ક્ષમતા 4 GW મોડ્યુલો અને 4 GW સેલ ક્ષમતાને ત્રણ ગણી કરતાં વધુ કરી છે. મેરકોમના ઈન્ડિયા સોલર માર્કેટ લીડરબોર્ડ 2023 મુજબ 2022માં અદાણી સોલારે સોલર મોડ્યુલ સપ્લાયર્સમાં ટોપ 3માં સ્થાન મેળવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news