Budget 2023: સામાન્ય લોકોને બજેટમાં આ 5 વસ્તુમાં મળી શકે છે મોટી રાહત, જાણો વિગત

Budget 2023 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે જેમાં સામાન્ય લોકોને ઘણી આશાઓ જોડાયેલી છે. તો જાણકારોનું માનવું છે કે પાંચ એવા સેગમેન્ટ છે જેમાં છૂટ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Budget 2023: સામાન્ય લોકોને બજેટમાં આ 5 વસ્તુમાં મળી શકે છે મોટી રાહત, જાણો વિગત

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરશે. આગામી બજેટમાં રાજકોષીય ખાધ કેવી રીતે ઘટશે, સામાન્ય માણસને શું રાહત મળવાની છે અને મોંઘવારી કેવી રીતે કાબૂમાં આવશે, આ તમામ બાબતોથી સામાન્ય જનતાને ઘણી આશાઓ છે. નિષ્ણાતોના મતે 2023-24ના બજેટમાં પાંચ બાબતોમાં ફેરફાર થવાની અપેક્ષા છે. તો ચાલો જાણીએ તેમના વિશે.

ટેક્સ સ્લેબ
નાણાકીય વર્ષ 2014-2015 બાદથી ભારતના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજીતરફ આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રહેવાનું છે. આ કારણે બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર થવાની આશા છે. આશા કરવામાં આવી રહી છે કે આ વખતે ટેક્સ સ્લેબની મર્યાદા વધારી 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. તેનો અર્થ એ થશે કે પાંચ લાખ રૂપિયાથી ઓછી આવકવાળા લોકો ટેક્સ ચુકવણીમાંથી બહાર થઈ જશે. 

રાજકોષીય ખાધમાં સુધારો
નિષ્ણાતોના મતે આગામી નાણાકીય વર્ષ માટે તેના રાજકોષીય ખાધના લક્ષ્યાંકમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. એવી અપેક્ષા છે કે ભારત તેની ખાધ 5.9 ટકા જાળવી રાખશે.

પ્રમાણભૂત કપાતમાં વધારો
કરદાતાઓ પણ અપેક્ષા રાખે છે કે સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વધારશે. હાલમાં પ્રમાણભૂત મુક્તિ મર્યાદા રૂ. 50,000 સુધીની છે, જે વધારીને રૂ. 1 લાખ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વધતી કિંમત અને વધતી મોંઘવારીનું કારણ હોઈ શકે છે.

હોમ લોન પર છૂટ
આ વખતે ઘર ખરીદનારાઓ માટે મુક્તિનો અવકાશ વધારવામાં આવે તેવી દરેક શક્યતા છે. હાલમાં, કરદાતાઓને રૂ. 2 લાખ સુધીની હોમ લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજ પર આવકવેરામાં છૂટ મળે છે. RBI દ્વારા વ્યાજ દરમાં વધારાને કારણે કપાતની મર્યાદામાં વધારો થવાની શક્યતા છે.

યુનિફોર્મ કેપિટલ ગેન્સ ટેક્સ
હાલમાં, ઘણી પ્રકારની મિલકતો છે અને તેના આધારે વિવિધ ટેક્સ દરો લાદવામાં આવે છે. આ કારણોસર, આ બજેટમાં યુનિફોર્મ કેપિટલ ગેન્સ ટેક્સ લાવવાની વાત કરવામાં આવી રહી છે, જે આ સેક્ટરમાં એક જ દર સાથે આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news