Budget 2023: કારની ખરીદી પર ડિસ્કાઉન્ટ મેળવો! બજેટમાં આવકવેરામાં છૂટની થઈ શકે છે જાહેરાત

Nirmala sitharaman: ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે જો કોઈ વ્યક્તિ લોન લે છે, તો તેના પર જે વ્યાજ વસૂલવામાં આવે છે. તે રકમ પર આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. આ યોજના સરકાર વર્ષ 2019માં લાવી હતી.

Budget 2023: કારની ખરીદી પર ડિસ્કાઉન્ટ મેળવો! બજેટમાં આવકવેરામાં છૂટની થઈ શકે છે જાહેરાત

Electric vehicles: બુધવારે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે. આ બજેટમાં ઘણા બધા ફાયદા મળી શકે છે. નવી કાર ખરીદનારા માટે પણ બજેટમાં જાહેરાત થઈ શકે છે. જો તમે ઈલેટ્રિક વાહન ખરીદો છો તો સરકાર આવકવેરામાં છૂટ આપે છે. આ યોજનાનો ફાયદો તે જ લોકો ઉઠાવી શકે છે જે લોકો ઈન્કમટેક્ષમાં રિબેટ મેળવવા માંગતા હોય. જો કે આ આવકવેરા છૂટની યોજના વર્ષ 2023માં પૂરી થવાની છે. ત્યારે હવે આ યોજનાની મર્યાદા સરકાર વધારી શકે છે. વર્ષ 2025 સુધી આ યોજના લંબાવવામાં આવી શકે છે.

ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે જો કોઈ વ્યક્તિ લોન લે છે, તો તેના પર જે વ્યાજ વસૂલવામાં આવે છે. તે રકમ પર આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. આ યોજના સરકાર વર્ષ 2019માં લાવી હતી. આ યોજના હેઠળ તમે નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયાની કપાતનો દાવો કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ યોજના 31 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ સ્થિતિમાં સરકાર સામાન્ય બજેટ 2023માં આ કપાત વધારશે તેવી અપેક્ષા છે. આ સ્કીમનો ફાયદો એ છે કે જ્યાં સુધી તમે લોનની ચુકવણી ન કરો ત્યાં સુધી આ છૂટ મળે છે.

ઈલેક્ટ્રીક વાહનોની કિંમત વધુ હોવાથી લોકોને પોસાય તેમ નથી. જેથી ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પોષણક્ષમ બનાવવાની જરૂર છે. જો આવી કોઈ સ્કીમ હોય તો લોકો વ્હીકલ ખરીદવામાં રસ દાખવી શકે છે. આ વાહનોમાં વપરાયેલી બેટરી ખૂબ ખર્ચાળ છે. આ કારણે ઈલેકટ્રિક વ્હીકલની કિંમત પણ વધુ છે. ઉલ્લેખનીય છે કે આ વાહનો લોકો ખરીદે તે માટે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપી રહી છે અને તે સેક્ટરમાં પણ ફોકસ વધી રહ્યું છે. આ સિવાય દેશના વિવિધ ભાગોમાં ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક તૈયાર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news