Budget 2022: નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, LIC ના IPO પર આપી માહિતી

Budget 2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણ ચોથી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારામણ, જેઓ તમિલનાડુના મદુરાઈના રહેવાસી છે, તેમણે ભાજપના પ્રવક્તા બનવાથી લઈને નાણામંત્રી બનવા સુધીની લાંબી મજલ કાપી છે. 

Budget 2022: નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, LIC ના IPO પર આપી માહિતી

નવી દિલ્હીઃ Budget 2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે સવારે 11 કલાકે સંસદમાં બજેટ રજૂ કરવાની શરૂઆત કરી છે. તેમણે બજેટની શરૂઆતમાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસદર 9.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. તેમણે કહ્યું કે, પીએમ ગતિ શક્તિ યોજનાના માધ્યમથી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. 

એલઆઈસીના આઈપીઓ પર જાણકારી
બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ એલઆઈસીના આઈપીઓ (LIC IPO) પર જાણકારી આપી છે. તેણણે કહ્યું કે, એલઆઈસીનો આઈપીઓ નાણાકીય વર્ષ 2022-23માં લાવવામાં આવશે. એલઆઈસીના આઈપીઓને લઈને પાછલા દિવસોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે માર્ચના અંતમાં આવી શકે છે. 

સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો
ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફેબ્રુઆરી મહિનામાં ઘરેલુ ગેસની કિંમત (LPG Gas Cylinder Price Today) જાહેર કરી દીધી છે. તેના અનુસાર, વગર સબસીડીવાળા સિલેન્ડરની કિંમત (LPG Gas cylinder) માં કોઈ બદલાવ નથી થયો. તેના અનુસાર, વગર સબસીડીવાળા સિલેન્ડરની કિંમતમાં કોઈ બદલાવ નથી આવ્યો. એટલે કે દિલ્હીમાં ઘરેલુ ગેસની કિંમત વગર કોઈ બદલાવના 899.5 રૂપિયા છે. તો તેલ કંપનીઓએ કમર્શિયલ ગેસની કિંમતમાં ઘટાડો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ (IOC) એ 19 કિલો કમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં 9.15 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેના બાદ નવી દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા ગેસ સિલેન્ડરની કિંમત 1907 રૂપિયા થઈ ગઈ છે. 

નિર્મલા સીતારમણનું ચોથું બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ ચોથી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારામણ, જેઓ તમિલનાડુના મદુરાઈના રહેવાસી છે, તેમણે ભાજપના પ્રવક્તા બનવાથી લઈને નાણામંત્રી બનવા સુધીની લાંબી મજલ કાપી છે. કોવિડ-19 રોગચાળાની વચ્ચે નિર્મલા સીતારમણ દ્વારા 2021માં આર્થિક પેકેજની જાહેરાત કરવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. નિર્મલાએ લંડન સ્થિત એગ્રીકલ્ચર એન્જિનિયર્સ એસોસિએશનમાં અર્થશાસ્ત્રીના સહાયક તરીકે કામ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news