બજેટ વચ્ચે હવાઈ યાત્રીકોને લાગ્યો ઝટકો, ATF ની કિંમતમાં થયો મોટો વધારો
હવે હવાઈ યાત્રા કરવી મોંઘી પડી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં વધારા વચ્ચે મહિનાનાં પ્રથમ દિવસે એટીએફના ભાવમાં વધારો થયો છે. આવો જાણીએ એટીએફની કિંમતમાં કેટલો વધારો થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Air travel Update: આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટ પહેલાં હવાઈ યાત્રીકોને મોટો ઝટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં વધારા વચ્ચે મહિનાના પહેલાં દિવસે એટીએફના ભાવ વધારવામાં આવ્યા છે. વિમાન ઈંધર એટલે કે એટીએફ (Aviation Turbine Fuel) 8.5 ટકા મોંઘુ થઈ ગયું છે. ATF ના ભાવમાં 6743/kl રૂપિયા પ્રતિ કિલોલીટરનો વધારો થયો છે.
સરકારી પેટ્રોલિયમ કંપનીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર દિલ્હીમાં એટીએફની કિંમતો 79,294.91 રૂપિયા પ્રતિ કિલોમીટરથી વધી 86308.16 રૂપિયા પ્રતિ કિલોમીટર પર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરીના મહિનામાં બે વખત એટીએફની કિંમતમાં વધારો થયો હતો.
ATF ની કિંમતોમાં મોટો વધારો
ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાન્યુઆરીમાં બે વખત એટીએફ કિંમતોમાં વધારો થયો છે. એક જાન્યુઆરીએ વિમાન ઈંધણના ભાવ 2,039.63 રૂપિયા પ્રતિ કિલોલીટર હતો કે 2.75 ટકા વધારવામાં આવ્યો હતો અને આ સમયે તે 76,062.04 રૂપિયા પ્રતિ કિલોલીટર પહોંચી ગયો છે. આ પહેલાં ડિસેમ્બરમાં એટીએફ કિંમતોમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે નવેમ્બરના મધ્યમાં જેટ ઈંધણની કિંમત 80,835.04 રૂપિયા પ્રતિ કિલોલીટરની ઉંચાઈ પર હતી. તો 15 ડિસેમ્બરે એટીએફની કિંમતોમાં 6,812.25 રૂપિયા પ્રતિ કિલોલીટર કે 8.4 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે એટીએફની કિંમતોમાં વધારો થયો છે.
મહિનામાં બે વાર કિંમતમાં ફેરફાર થાય છે
નોંધનીય છે કે જેટ ફ્યુઅલના ભાવમાં એક મહિનામાં બે વાર 1લી અને 16મી તારીખે સુધારો કરવામાં આવે છે. જો કે, આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘણી અસ્થિરતા જોવા મળી છે. 5 નવેમ્બર, 2021ના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $82.74 પર હતું. તે જ સમયે, જો આપણે 1 ડિસેમ્બરની વાત કરીએ, તો તે બેરલ દીઠ $ 68.87 પર આવી ગયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે