Budget 2022: સામાન્ય માણસ માટે આ વખતે બજેટમાં શું ખાસ હોઈ શકે? જાણો

કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. કોરોના કાળમાં રજૂ થઈ રહેલા બજેટમાં લોકો અનેક આશા રાખી રહ્યાં છે. હવે જોવાનું રહેશે કે નિર્મલા સીતારમન બજેટમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે કઈ મહત્વની જાહેરાત કરે છે. 

Budget 2022: સામાન્ય માણસ માટે આ વખતે બજેટમાં શું ખાસ હોઈ શકે? જાણો

નવી દિલ્હીઃ Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીએ પોતાનું ચોથુ બજેટ રજૂ કરવા માટે તૈયાર છે. બજેટ 2022 રજૂ થવામાં હવે થોડા દિવસ બાકી છે, આ સાથે બજેટમાં કઈ મહત્વની જાહેરાત થઈ શકે છે તેની ચર્ચા પણ ચાલી રહી છે. પાછલા વર્ષે નાણામંત્રીએ વિકાસના એજન્ડાને આગળ વધારતા સામાન્ય વ્યક્તિના જીવનને સરળ બનાવવા ઘણી યોજનાઓ અને નીતિઓ શરૂ કરી હતી. આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાને લઈને વાહન સ્ક્રેપિંગ નીતિ સુધી આમ આદમી માટે ઘણી જાહેરાત કરવામાં આવી હતી.

આમ આદમીને મળી શકે છે રાહત
આશા કરવામાં આવી રહી છે કે આવનારા બજેટની સાથે નાણામંત્રી આર્થિક સુધારને ગતિ આપવા માટે જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સીતારમન દેશમાં ઉદ્યમિતા  (entrepreneurship) ને પ્રોત્સાહન આપવા માટે પણ નિર્ણય લઈ શકે છે. પાછલા બજેટમાં સરકારે કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કર્યો નહીં, જેનો અર્થ છે કે કરદાતાઓ માટે મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરવામાં આવી નહોતી. 

પરંતુ આગામી સામાન્ય બજેટ આમ આદમી માટે અલગ હોઈ શકે છે. પાછલા બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે એક મોટી રાહતની જાહેરાત થઈ હતી. નવા નિયમ અનુસાર 75 વર્ષથી વધુ ઉંમરના કરદાતા અને પેન્શન અને જમા આવકવાળા કરદાતા આવકવેરા રિટર્નથી છૂટ માટે અરજી કરી શકે છે. આગામી બજેટમાં સરકાર દેશનું શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાના પાયાના માળખામાં સુધાર માટે પણ નવી જાહેરાત કરી શકે છે. આ સિવાય સરકાર સામાન્ય લોકોને સુવિધા આપવા માટે રાજમાર્ગ, રેલવે, હવાઈ માર્ગ અને જળમાર્ગ જેવા પાયાના આંતરમાળખા સંબંધિત જાહેરાત કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news