Budget 2021: આમ આદમીને રાહત આપવા માટે સરકારે આ સેક્ટર્સ પર કરવું પડશે ફોકસ
એમએસએમઇ સેક્ટર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે સરકારને ટેક સેન્ટર્સ બનાવી ત્યાં લોકોની સ્કિલ્સ સારી કરવા, જીએસટીના દરમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. સાથે જ એમએસએમઇ સેક્ટર માટે લોનની સીમાને વધારવી જોઇએ.
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારીના લીધે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થા પણ બાકાત નથી. હવે જ્યારે આગામી 1 ફેબ્રુઆરીના રોજ સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવા જઇ રહી છે તો તેની પાસે ઘણી આશાઓ લગાવવામાં આવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે એવું બજેટ રજૂ કરે, જે એવું બજેટ કરે, જે અત્યાર સુધી ક્યારે રજૂ કરવામાં ન આવ્યું હોય. તેના માટે નાણામંત્રીને કેટલાક સેક્ટર્સ પર ખાસ ધ્યાન આપવું પડશે.
MSME સેક્ટર
ભારતમાં કૃષિ બાદ (સૂક્ષ્મ, લધુ તથા મધ્યમ ઉદ્યોગ) સેક્ટરમાં જ સૌથી વધુ રોજગાર મળે છે. સાથે જ દેશના નિર્યાતમાં પણ આ સેક્ટર ખૂબ મહત્વપૂર્ણ રોલ ભજવે છે. પરંતુ કોરોના મહામારીની અસર જે સેક્ટર્સ પર સૌથી વધુ પડી છે તેમાં એમએસએમઇ મુખ્ય છે. એટલું જ નહી એમએસએમઇ સેક્ટરને આગામી બજેટથી વધુ આશાઓ હશે. સરકાર સામે પડકાર હશે કે એમએસએમઇ સેક્ટરમાં ટેક્નોલોજી, ટેક્સ પોલિસીને ઉદ્યોગ અનુસાર બનાવવા અને ડિજિટલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવે.
એમએસએમઇ સેક્ટર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે સરકારને ટેક સેન્ટર્સ બનાવી ત્યાં લોકોની સ્કિલ્સ સારી કરવા, જીએસટીના દરમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. સાથે જ એમએસએમઇ સેક્ટર માટે લોનની સીમાને વધારવી જોઇએ.
કૃષિ ક્ષેત્ર
સરકારે ભારતીય કૃષિ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચવાની દીશા કામ કરવું જોઇએ. તેના માટે સરકાર વિભિન્ન દેશોની સાથે કરાર કર્યા. જેમ કે ભારત અને યૂએઇ ફૂડ કોરિડોરના હેઠળ એમપીમાં યૂએઇની ફંડિંગ સાથે 8 ફૂડ પ્રોસેસિંગ યૂનિટ લગાવવામાં આવશે. અનુમાન છે કે આ ફૂડ કોરિડોરથી લગભગ 20 લાખ ખેડૂતોને ફાયદો મળશે અને 2 લાખની આસપાસ વધારાની નોકરીઓ ઉભી થશે.
સ્વાસ્થ્ય ક્ષેત્ર
કોરોના મહામારીએ સરકારે અહેસાસ કરાવ્યો છે દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટા રોકાણની જરૂર છે. અત્યારે ભારતમાં દર 10 હજાર લોકોના ભાગમાં હોસ્પિટલના પાંચ બેડ 8.6 ડોક્ટર આવે છે. જેની સાથે દેશ માનવ વિકાસ ઇંડેક્સમાં 155મા નંબર પર આવે છે. દેશમાં હેલ્થકેર સેક્ટરમાં જીડીપીના 3.6 ટકા જ ખર્ચ કરવામાં આવે છે, જોકે અન્ય વિકાસશીલ દેશોના મુકાબલે ઓછો છે. સાથે જ દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓ ખૂબ અંતર છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર આ સેક્ટરમાં રોકાણ વધારવાની દિશામાં કામ કરશે.
વેપારમાં નુકસાને વધારી ચિંતા
દેશના વધતા જતા વેપાર નુકસાન અર્થવ્યવસ્થા માટે મોટી ચિંતાનો વિષય છે. એવામાં સરકારને નિર્યાતમાં વધારો અને આયાતમાં ઘટાડો કરવાની દિશામાં પગલાં ભરવાની જરૂર છે. દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા માટે સરકારને વિભિન્ન દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવાની જરૂર છે. જોકે તેમાં ભારતીય હીતોને સર્વોપરિ રાખવામાં આવે. સાથે જ વિદેશી બજારો સુધી પોતાની પહોંચને વધારવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે