બ્રિટિશ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની વધારી મુશ્કેલી, હજુ રહેવું પડશે જેલમાં


દક્ષિણ-પશ્ચિમ લંડનનૈ વૈન્ડસવર્થ જેલમાં બંધ નીરવ મોદીને વીડિઓ લિંક દ્વારા જિલ્લા જજ ડેવિડ રોબિન્સનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

 બ્રિટિશ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની વધારી મુશ્કેલી, હજુ રહેવું પડશે જેલમાં

લંડનઃ પંજાબ નેશનલ બેન્ક (PNB)ના 14,000 કરોડ રૂપિયા (આશરે બે બિલિયન અમેરિકી ડોલર)ના કૌભાંડના આરોપી ભાગેડૂ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની મુશ્કેલી ફરી વધી ગઈ છે. લંડનના વેસ્ટમિન્સ્ટરની એક કોર્ટે ગુરૂવારે નિયમિત રજૂ કરવા દરમિયાન તેની ન્યાયિક કસ્ટડી 28 દિવસ માટે વધારી દીધી છે. આ મામલાની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થશે. 

11 મેએ થશે અંતિમ સુનાવણી
દક્ષિણ-પશ્ચિમ લંડનનૈ વૈન્ડસવર્થ જેલમાં બંધ નીરવ મોદીને વીડિઓ લિંક દ્વારા જિલ્લા જજ ડેવિડ રોબિન્સનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જજે કહ્યું, 'મને જણાવવામાં આવ્યું છે કે નીરવ મોદી મામલા પર 11 મેએ અંતિમ સુનાવણી નક્કી કરવામાં આવે છે. આ દિશામાં આગળની કાર્યવાહી જારી છે.' ત્યારબાદ તેમણે નીરવને આગામી 28 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. હવે આ મામલામાં વીડિઓ લિંક દ્વારા 27 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી થશે. અનુમાન છે કે નીરવના પ્રત્યર્પણ પર 11 મેએ શરૂ થનારી સુનાવણી 5 દિવસ સુધી ચાલશે. 

— ANI (@ANI) January 30, 2020

પાછલા વર્ષે માર્ચ મહિનામાં થઈ હતી ધરપકડ
નીરવે પાછલા વર્ષે નવેમ્બરમાં ઘરમાં નજરબંધની ગેરંટીની રજૂઆત કરતા જામીન અરજી કરી હતી. તેણે કહ્યું હતું કે માર્ચમાં ધરપકડ કરાયા બાદ વૈન્ડ્સવર્થ જેલમાં રહેતા તેનું માનસિક સ્વાસ્થ્ય બગડી ગયું છે. પરંતુ ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથનોટે સાક્ષીને પ્રભાવિત કરવા તથા મેમાં થનારી સુનાવણીમાં રજૂ થવાથી ભાગવાની આશંકાને ધ્યાનમાં રાખીને તેની જામીન અરજી નકારી હતી. ઉલ્લેખનીય છે કે મની લોન્ડિંગના આરોપી નીરવ વિરુદ્ધ ભારત સરકારે વોરંટ જારી કર્યું છે. તેના આધાર પર સ્કોટલેન્ડ યાર્ડ 19 માર્ચે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તે ન્યાયિક કસ્ટડીમાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news