IPO હોય તો આવો, 9 મહિનામાં બન્યો તોફાન, 75 રૂપિયાથી 1900ને પાર પહોંચ્યા શેર

બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 9 મહિનામાં 75 રૂપિયાથી 1900 રૂપિયાને પાર પહોંચી ગયા છે. 75 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે કંપનીના શેરમાં 2400 ટકાની તેજી આવી છે. કંપનીનો આઈપીઓ પાછલા વર્ષે ઓગસ્ટમાં આવ્યો હતો. 

IPO હોય તો આવો, 9 મહિનામાં બન્યો તોફાન, 75 રૂપિયાથી 1900ને પાર પહોંચ્યા શેર

નવી દિલ્હીઃ 9 મહિના પહેલા આવેલો એક આઈપીઓ 2400 ટકાથી વધુનું રિટર્ન આપી ચૂક્યો છે. આ બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ છે. કંપનીનો આઈપીઓ પાછલા વર્ષે ઓગસ્ટમાં આવ્યો હતો. આઈપીઓમાં બોન્ડાડા એન્જિનિયરિંગના શેરની કિંમત 75 રૂપિયા હતી. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 15 મે 2024ના 1955.05 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 1958.75 રૂપિયા છે. બોન્ડાડા એન્જિનિયરિંગના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 142.50 રૂપિયા છે. બોન્ડાડા એન્જિનિયરિંગ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે.

6 મહિનામાં કંપનીના શેરમાં 387% ની તેજી
બોન્ડાડા એન્જિનિયરિંગ (Bondada Engineering) ના શેરમાં છેલ્લા છ મહિનામાં 387 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેર 16 નવેમ્બર 2023ના 401.50 રૂપિયા પર હતા. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 15 મે 2024ના 1955.05 રૂપિયા પર બંધ થયા છે. તો આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરમાં 369 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેર આ વર્ષે શરૂઆતમાં 1 જાન્યુઆરી 2024ના 417.10 રૂપિયા પર હતા, જે 15 મે 2024ના 1955.05 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 71 ટકાથી વધુની તેજી જોવા મળી છે.

ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 2400% થી વધુનો ઉછાળ
બોન્ડાડા એન્જિનિયરિંગનો આઈપીઓ 18 ઓગસ્ટ 2023ના ઓપન થયો હતો અને 22 ઓગસ્ટ સુધી ઓપન રહ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 75 રૂપિયા હતો. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 30 ઓગસ્ટ 2023ના 142.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા. ત્યારબાદ કંપનીના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. કંપનીના શેર 15 મે 2024ના 1955.05 રૂપિયા પર બંધ થયા છે. 75 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 2400 ટકાથી વધુ વધી ગયા છે. કંપનીનો આઈપીઓ ટોટલ 112.28 ગણો સબ્સક્રાઇબ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news