બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટમાંથી આપ્યું રાજીનામું, જતા-જતા કહી આ વાત
બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટ અને બર્કશાયર હેથવે, બંન્ને કંપનીઓના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, તેઓ હવે ફિલૈન્થ્રોપી પર વધુ ધ્યાન આપશે. ગેટ્સે એપ્રિલ 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, હવે તેઓ ફિલૈન્થ્રોપી પર વધુ ધ્યાન આપશે. 65 વર્ષના ગેટ્સે વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેના બોર્ડને પણ અલવિદા કહી દીધું છે. તેમણે 2008માં જ માઇક્રોસોફ્ટના રૂટિમ કામકાજમાંથી પોતાના અલગ કરી લીધા હતા અને પત્ની મેલિંડા ગેટ્સની સાથે મળીને બિલ એન્ડ મેલિંડ ગેટ્સ ફાઉન્ડેશન માટે સતત કામ કરી રહ્યાં છે.
તેમણે જતાં-જતાં કહ્યું કે, માઇક્રોસોફ્ટ હંમેશા તેમની જિંદગીમાં કામકાજનો મહત્વનો ભાગ બની રહેશે અને તેઓ સમય-સમય પર લીડરશીપની ભૂમિકા ભજવતા રહેશે. વર્તમાનમાં ગેટ્સ વિશ્વના બીજા સૌથી ધનવાન વ્યક્તિ છે અને તેમની કુલ સંપત્તિ 84.4 અબજ ડોલર છે. ગેટ્સે એપ્રિલ 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી.
લિંક્ડઇન પર પોતાની વિદાયને લઈને તેમણે લખ્યું કે, હું હવે મારી આગળની જિંદગી વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પસાર કરીશ. બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની મદદથી તેઓ વિશ્વભરમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ પર કામ કરશે.
બર્કશાયર હેથવેના બોર્ડમાંથી રાજીનામું આપીને તેમણે કહ્યું કે, અહીં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. હું અને વોરન બફેટ સાથમાં કામ કરતાં પહેલાથી ખુબ સારા મિત્રો રહ્યાં છીએ.
માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા જે ભારતીય મૂળના છે, તેમની પ્રશંસામાં બિલ ગેટ્સે કહ્યું કે, હું કંપનીને બોર્ડથી અલગ કરી રહ્યો છું, કંપનીમાંથી નહીં અને હું તેમની સાથે સતત સંપર્કમાં રહીશ. તેમણે કહ્યું કે, જે રીતે કંપની વિકાસ કરી રહી છે હું તેનાથી ખુશ છું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે