ફુટબોલને પણ કોરોનાની કિક, 31 માર્ચ સુધી તમામ કાર્યક્રમ સ્થગિત


કોરોના વાયરસને કારણે AIFFએ દેશમાં 31 માર્ચ સુધી કોઈપણ પ્રકારની ફુટબોલ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમાં 15 માર્ચથી શરૂ થઈ રહેલી આઈલીગની મેચ પણ સામેલ છે. 

ફુટબોલને પણ કોરોનાની કિક, 31 માર્ચ સુધી તમામ કાર્યક્રમ સ્થગિત

નવી દિલ્હીઃ દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે પરિવાર તથા કલ્યાણ મંત્રાલય દ્વારા જારી દિશાનિર્દેશોનું પાલન કરતા અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘ (એઆીએફએફ)એ દેશમાં તમામ પ્રકારની ફુટબોલ ગતિવિધિઓને 31 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે. 

એઆઈએફએફે શનિવારે એક નિવેદન જારી કરી તેની જાણકારી આપી છે. આ નિર્ણય બાદ 15 માર્ચથી શરૂ થનારી એક આઈ લીગની મેચોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળે પહેલા જ જાહેરાત કરી હતી કે 31 માર્ચ સુધી રાજ્યમાં કોઈપણ ખેલ ગતિવિધિઓનું આયોજન કરવામાં આવશે. 

આ નિર્ણય બાદ રવિવારે ઈસ્ટ બંગાળ અને મોહન બાગાન વચ્ચે રમાનારી આઈ લીગ ડર્બી મેચ પર સંકટના વાદળો છવાયા છે. પરંતુ એઆઈએફએફના આ નિર્ણય બાદ ઈસ્ટ બંગાળ અને મોહન બાગાન વચ્ચે રમાનારી લીગ ડર્બી મેચ પણ સ્થગિત થઈ ગઈ છે. આ સિવાય હીરો સેકેન્ડ ડિવીઝન, હીરો યૂથ લીગ, ગોલ્ડન બેબી લીગ અને તમામ રાષ્ટ્રીય પ્રતિસ્પર્ધાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 

ટીમ માલિક BCCIની સાથે, IPL મેચો ઘટાડવા સહિત 7 વિકલ્પો પર ચર્ચા!

તો શનિવારે ગોવામાં રમાનારી હીરો ઇન્ડિયન સુપર લીગ (આઈએસએલ)ની ફાઇનલ પણ દર્શકો વિના બંધ દરવાજામાં રમાશે અને તેની જાહેરાત પહેલા થઈ ચુકી છે. 

એઆઈએફફે કહ્યું, 'તે લોકોના સ્વાસ્થ્ય અને જીવનના મહત્વને સમજે છે અને એઆઈએફએફ ક્યારેય તેની સાથે સમજુતી કરશે નહીં. એઆઈએફએફ હવે માર્ચના અંતિમ સપ્તાહમાં સ્થિતિની સમીક્ષા કરશે અને પછી તે વિશે સંબંધિત સંગઠનોની સાથે વાતચીત કરી કોઈ નિર્ણય લેશે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news