GST કાઉન્સિલ બેઠક: સામાન્ય લોકોને ઝટકો, મોંઘા થયા મોબાઇલ ફોન


GST કાઉન્સિલની 39મી બેઠકમાં મોબાઇલ પર ટેક્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ મોબાઇલ ફોન જીએસટીના 18 ટકાના સ્લેબમાં આવી જશે. 

GST કાઉન્સિલ બેઠક: સામાન્ય લોકોને ઝટકો, મોંઘા થયા મોબાઇલ ફોન

નવી દિલ્હીઃ આવનારા સમયમાં મોબાઇલ મોંઘા થઈ જશે. હકીકતમાં જીએસટી કાઉન્સિલની 39મી બેઠકમાં મોબાઇલફોનને 18 ટકાના ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે. પહેલા આ પ્રોડક્ટ 12 ટકાના સ્લેબમાં હતી. આ પ્રમાણે મોબાઇલ ફોન પર ટેક્સમાં 6 ટકાનો વધારો થયો છે. 

— ANI (@ANI) March 14, 2020

સ્પષ્ટ વાત છે કે મોબાઇલ ફોન ખરીદવો પહેલાના મુકાબલે હવે મોંઘો થઈ જશે. આ સામાન્ય લોકો માટે ઝટકાથી ઓછું નથી. કોરોના વાયરસને કારણે પહેલાથી જ તેની કિંમતોમાં વધારો થવાની આશંકા છે. મહત્વનું છે કે ચીનથી સપ્લાઈ પ્રભાવિત થવાને કારણે મોટા ભાગની બ્રાન્ડના મોબાઇલ ફોન મોંઘા થઈ રહ્યાં છે. 

જીએસટી કાઉન્સિલની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે, જીએસટી નેટવર્કને વધુ સારૂ બનાવવામાં આવશે. તે માટે આઈટી કંપની ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીએ પ્રેઝન્ટેશન પણ આપ્યું છે. 

GST કાઉન્સિલની બેઠક બાદ મીડિયા સાથે વાત કરવા દરમિયાન નિર્મલા સીતારમને કહ્યું કે, હવે બાકસ પર 12 ટકા જીએસટી લાગશે. પહેલા હાથથી બનાવવામાં આવેલી બાકસ પર 5 ટકા અને અન્ય પર 8 ટકા ટેક્સ લાગતો હતો. આ સાથે એરક્રાફ્ટ મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલ (MRO) સર્વિસ પર જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલાં તે 18 ટકાના સ્લેબમાં હતું, જે હવે ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સિલે આ નિર્ણય ભારતમાં MRO સર્વિસને પ્રોત્સાહન આપવાના ઇરાદાથી લીધો છે. 

બેઠક બાદ નિર્મલા સીતારમને કહ્યું કે, વેપારીઓને રાહત આપતા નાણાકીય વર્ષ 2018-19 માટે જીએસટી રિટર્ન ફાઇલ કરવાની તારીખને વધારીને 30 જૂન, 2020 કરી દેવામાં આવી છે. જેનું ટર્નઓવર 2 કરોડથી ઓછું છે તેણે લેટ રિટર્ન ફાઇલ કરવા પર દંડ ભરવો પડશે નહીં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news