SBI ના 32 કરોડ ગ્રાહકો માટે જરૂરી છે આ સમાચાર, આવતીકાલથી બદલાઇ જશે આ નિયમ
અત્યાર તમારું એકાઉન્ટ જો મેટ્રો સિટી અને શહેરી વિસ્તારની બ્રાન્ચમાં છે તો તમારે ખાતામાં એવરેજ મંથલી બેલેન્સ (AMB) ક્રમશ: 5000 રૂપિયા અને 3000 રૂપિયા રાખવા પડે છે પરંતુ 1 ઓક્ટોબરથી મેટ્રો સિટીની બ્રાન્ચ અને શહેરી વિસ્તારની બ્રાન્ચ બંનેમાં એએમબી ઘટની ત્રણ હાજર રૂપિયા રહશે.
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (SBI) માં આવતીકાલે એટલે કે 1 ઓક્ટોબરથી કેટલાક ફેરફાર થવા જઇ રહ્યા છે. બેન્ક દ્વારા કરવામાં આવેલા આ ફરેફારોની અસર એસબીઆઇના દેશભરના 32 કરોડ એકાઉન્ટ હોલ્ડરોને થશે. આ ફેરફારના અંતર્ગત બેંક તરફથી મહિને એવરેજ બેલેન્સ (MAB) મેન્ટેન ના કરવા પર પેનલ્ટીમાં 80 ટકા સુધીનો ઘટાડો થશે. આ ઉપરાંત બેંક તરફથી અન્ય કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જે 1 ઓક્ટબરથી લાગુ થશે. ઓનલાઇન ટ્રાન્જેકશન કરનારા લોકો માટે NEFT અને RTGS ટ્રાન્જેક્શન પણ સસ્તું થઇ જશે.
ત્રણ હજાર રૂપિયા રાખવું પડશે મિનિમમ બેલેન્સ
અત્યાર તમારું એકાઉન્ટ જો મેટ્રો સિટી અને શહેરી વિસ્તારની બ્રાન્ચમાં છે તો તમારે ખાતામાં એવરેજ મંથલી બેલેન્સ (AMB) ક્રમશ: 5000 રૂપિયા અને 3000 રૂપિયા રાખવા પડે છે પરંતુ 1 ઓક્ટોબરથી મેટ્રો સિટીની બ્રાન્ચ અને શહેરી વિસ્તારની બ્રાન્ચ બંનેમાં એએમબી ઘટની ત્રણ હાજર રૂપિયા રહશે.
પેનલ્ટી થઇ જશે ઓછી
જો શહેર વિસ્તારમાં રહેતો કોઇ ખાતેદાર 3000 રૂપિયા બેલેન્સ મેન્ટેન નથી કરી શકતા અને તેનું બેલેન્સ 75 ટકાથી ઓછું છે તો તેને 15 રૂપિયા પેનલ્ટી અને જીએસ્ટી ચૂકવવા પડશે. અત્યારે તે 80 રૂપિયા અને જીએસટી છે. તે જ પ્રામાણે 50થી 75 ટકા ઓછું બેલેન્સ રાખનારને 12 રૂપિયા અને જીએસટી ચૂકવવા પડશે. જો કે અત્યાર 60 રૂપિયા અને જીએસટી છે. 50 ટકાથી ઓછું બેલેન્સ રાખનારને 10 રૂપિયા અને જીએસટી ચૂકવવા પડશે.
એએમબીમાંથી બહાર થશે આ એકાઉન્ટ
હાલમાં એસબીઆઈમા સેલેરી એકાઉન્ટ, બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ, પીએમ જન ધન યોજના એકાઉન્ટ્સ એએમબીમાં સામેલ નથી. પરંતુ 1 ઓક્ટોબરથી નો ફ્રિલ એકાઉન્ટ, પહેલું પગલું અને પ્રથમ ઉડાન એકાઉન્ટ, 18 વર્ષની ઉંમરના માઇનોર, પેન્શનરો, સીનિયર સિટીઝન અને 21 વર્ષ સુધીના વિદ્યાર્થીઓના ખાતા એએમબીની બહાર રહેશે.
બ્રાંચમાંથી NEFT/ RTGS થશે સસ્તું
એસબીઆઇએ ડિજિટલ મોડ દ્વારા આરટીજીએસ અને એનઇએફટી દ્વારા 1 જુલાઇથી ટ્રાન્ઝેક્શન ફ્રી કર્યું છે. પરંતુ હવે 1 ઓક્ટોબરથી, શાખામાંથી NEFT / RTGS પર પણ પહેલા કરતા ઓછા ચાર્જ લેવામાં આવશે. હવે 10 હજાર રૂપિયા સુધીની શાખાઓ માટે એનઇએફટી પર 2 રૂપિયા, એક લાખથી બે લાખની એનઇએફટી પર 12 રૂપિયા, બે લાખ રૂપિયાથી વધુની એનઇએફટી પર 20 રૂપિયા ઉપરાંત જીએસટી આપવો પડશે. તેવી જ રીતે, 2 લાખથી 5 લાખ અને 20 રૂપિયા સુધીની આરટીજીએસ, અને 5 લાખથી વધુની આરટીજીએસ પર 40 રૂપિયા જીએસટી આપવામાં રહેશે.
10 થી 12 ટ્રાંજેક્શન હશે ફ્રી
SBIના એટીએમ ચાર્ચ પણ 1 ઓક્ટોબરથી બદાલઇ રહ્યાં છે. ગ્રાહક 6 મેટ્રો સિટીના એટીએમમાંથી 10 ફ્રી ટ્રાન્જેક્શન કરી શકશે. અન્ય શહેરના એટીએમથી 12 ફ્રી ટ્રાન્જેક્શન કરી શકશે. તમામ શહેરોમાં સેલેરી એકાઉન્ટવાળા એસબીઆઇ એટીએમ પર વધારે ટ્રાન્જેક્શન પણ કરી શકે છે.
આમના માટે ફ્રી રહેશે ચેકબુક
સેવિંગ્સ એકાઉન્ટવાળા માટે એક નાણાકિય વર્ષમાં 10 ચેક ફ્રી રહેશે. ત્યારબાદ 10 ચેકવાળી ચેકબૂક માટે 40 રૂપિયા અને જીએસટી ચુકવવી પડશે. ત્યારે 25 ચેકની ચેકબૂક માટે 75 રૂપિયા અને જીએસટી બેંક તરફતી લેવામાં આવશે. સીનિયર સિટીઝન અને સેલેરીએ એકાઉન્ટ માટે ચેક બુક ફ્રી રહશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે