ચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલ

Groundnut Oil prices Hike Again : ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો વધુ એક માર...સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો....15 કિલો ડબ્બાનો ભાવ થયો 2565...મગફળીની આવક ઘટતાં હજુ પણ વધઘટ થવાની છે શક્યતા...
 

ચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલ

Groundnut Oil Prices રાજકોટ : જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય ખાદ્યતેલમાં ભાવ વધારા કરાઈ રહ્યો છે. ત્યારે 2024 ની શરૂઆતથી ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. મે મહિનાની શરૂઆતમાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. આજે ખૂલતા બજારમાં સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. . 

સિંગતેલના ભાવ વધવાના કારણ
રાજકોટના તેલ બજારમાં સિંગતેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ સિંગતેલનો 15 કિલો ડબ્બાનો ભાવ 2565 રૂપિયા થયો છે. તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધ-ઘટ થવાની શક્યતા છે. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. મગફળીની જે આવક છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પીલાણમાં નથી જતી. આ કારણે સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે. 

લોકોના બજેટ પર અસર પડશે
ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યાં છે. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે 2024 માં ફરી આ વધારો ચાલુ થયો છે. આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે ખાદ્ય તેલોમાં વધારો થતા ગ્રાહકો પર આ બોજો પડશે. તેનાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news