આ નવરત્ન કંપનીના સ્ટોકે 1 લાખના બનાવી દીધા 6.15 કરોડ, હવે મોટો ઓર્ડર મળતા શેરમાં તેજી
Stock Market: ભારત ઈલેક્ટ્રોનિક્સના સ્ટોકે પોતાના રોકાણકારો પર રૂપિયાનો વરસાદ કર્યો છે. ખાસ કરીને તે ઈન્વેસ્ટરો પર જેણે પોતાનો વિશ્વાસ અને ધૈર્ય બનાવી રાખ્યું. આ સ્ટોક અત્યાર સુધી 61377 ટકાની ઉડાન ભરી ચુક્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ડિફેન્સ સેક્ટરની નવરત્ન કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લમિટેડને જુલાઈ અને ઓગસ્ટ 2023 (અત્યાર સુધી) 3289 કરોડ રૂપિયાના નવા સંરક્ષણ અને બિન-સંરક્ષણ ઓર્ડર મળ્યા છે. ત્યાર બાદ આજે તેના શેરના ભાવ વધી ગયા છે. આજે ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર 136.10 રૂપિયા પર ખુલ્યા અને 136.55 રૂપિયાના હાઈ સુધી પહોંચ્યા હતા. આ સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 137.95 રૂપિયા છે.
કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે આ કોન્ટ્રાક્ટ લો લેવલ લાઇટવેઇટ રડાર, સોનાર, IFF સિસ્ટમ, સેટકોમ સિસ્ટમ, EO/IR પેલોડ, TRM/DTRM, જામર, એન્ક્રિપ્ટર, ડેટા લિંક સિસ્ટમ, ફાયર કંટ્રોલ સિસ્ટમ, નિર્દેશિત ઊર્જા માટે છે. સિસ્ટમ. રડાર્સ, સેમી રગ્ડ ટેલિફોન એક્સચેન્જ, સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયો અને વિવિધ પ્રકારના રેડિયો, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન, એએમસી અને સ્પેરની સપ્લાય માટે છે.
ભારત ઈલેક્ટ્રોનિક્સ શેર પ્રાઇઝ હિસ્ટ્રી
આ વર્ષે અત્યાર સુધી ભારત ઈલેક્ટ્રોનિક્સના શેરમાં 35 ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોકે 43 ટકા કરતા વધુ રિટર્ન આપ્યું છે.
ભારત ઈલેક્ટ્રિકના સ્ટોક પોતાના ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપી ચુક્યો છે. ખાસ કરીને તે ઈન્વેસ્ટરોને જેણે આ સ્ટોકમાં પોતાનો વિશ્વાસ અને ધૈર્ય બનાવી રાખ્યું છે. એક જાન્યુઆરી 1999ના આ શેર માત્ર 22 પૈસાનો હતો. આજની તારીખમાં તે 61377 ટકાની ઉડાન ભરી 135.30 રૂપિયા પર પહોંચી ગયો છે. 24 વર્ષ પહેલા જે લોકોએ આ સ્ટોકમાં એક લાખ રૂપિયા લગાવ્યા હોત, તેના એક લાખ હવે છ કરોડ (6,14,22,730 રૂપિયા) થી વધી ગયા છે.
(અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે