10 ટ્રેડ યુનિયનની આજે દેશવ્યાપી હડતાળ, ઘરથી સંભાળીને બહાર નીકળો
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારતના નારા સાથે સમગ્ર દેશના સાર્વજનિક ઉપક્રમો તેમજ સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ તથા શ્રમ કાયદામાં મજૂર વિરોધી સંશોધન સામે કેન્દ્રીય ટ્રેડ યુનિયને આજે ભારત બચાવ દિવસ માનવવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળના કારણે ટ્રેન અને બસોનું ચક્કાજામ પણ કરવામાં આવી શકે છે. કેમ કે, તેમાં કાર્યરત કર્મચારી પણ હડતાળમાં સામેલ થઇ રહ્યાં છે.
દેશભરમાં ધરણા-પ્રદર્શન
કેન્દ્ર સરકારની કથિત જન વિરોધી અને મજબૂત નીતિઓની સામે તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ સમગ્ર દેશમાં ધરણા-પ્રદર્શનનું આયોજન કરશે. કોરોના મહામારીની વચ્ચે થઇ રહેલી આ હડતાલને વધારે અસર થશે નહીં. રવિવારના થવાના કારણે મોટાભાગની ઓફીસમાં રજા રહે છે. જો કે, સાર્વજનિક પરીવહન સેવા પ્રભાવિત થઇ શકે છે.
ભારત છોડો આંદોલનનો દિવસ
9 ઓગસ્ટના સમગ્ર દેશ અંગ્રેજો સામે શરૂ થયેલા ભારત છોડો આંદોલન તરીકે ઉજવવામાં આવે છે. જેમાં આગસ્ટ ક્રાંતિ દિવસ પણ કહેવામાં આવે છે. 1942માં મહાત્મા ગાંધીએ આઝાદીની લડતમાં આ નારા આપ્યા હતા.
આ ટ્રેડ યુનિયન સામેલ
અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની મહાસચિવ અમરજીત કોરે કહ્યું કે, આ હડતાળમાં આરએસએસથી જોડાયેલા ભારતીય મજૂર સંઘ (બીએમએસ) ઉપરાંત INTUC, HMS, CITU, AITUC સહિત અન્ય યુનિયનનો સમાવેશ થાય છે. ભારત બચાવો આંદોલન સાર્વજનિક ઉપક્રમોનું ખાનગીકરણ, મજૂર વિરોધી નીતિઓ, મજૂર કાયદાઓમાં ફેરફાર, બેરોજગારી, ફુગાવા, લોકડાઉન દરમિયાન મજૂરોના વેતન કાપ વગેરે મુદ્દાને લઇ કરવામાં આવી રહ્યં છે. આ આંદોલનથી દેશના 25 કિસાન સંગ્રઠન પણ જોડાશે.
આ દરમિયાન કેન્દ્ર દ્વારા સાર્વજનિક ઉધમોની પ્રતિષ્ઠાનૌ જેમ કે સંરક્ષણ, કોલસો, સ્ટીલ, ટેલિકોમ, બેંકો, વીમા, રેલ્વે, પેટ્રોલિયમ, એરપોર્ટ અને બંદરો સહિત અન્ય મહત્વપૂર્ણ ઉદ્યોગોના દેશી-વિદેશી મૂડીવાદીઓને કોડીના મોલ સોંપવાની સામે ટ્રેડ યુનિયન્સ વિરોધ આયોજિત કરી કેન્દ્ર સરકારની આ વિનાશકારી આત્મઘાતી અને રાષ્ટ્રવિરોધી વિકલાંગતા સામે અમે દેશવ્યાપી વિરોધ નોંધાવીશું.
રેલવે કર્મચારી પણ થશે સામેલ
આ ઉપરાંત રેલવેમાં કાર્યરત કર્મચારી પમ ભાગ લેશે. રેલવેમાં 9 ઓગસ્ટના રેલ બચાઓ- દેશ બચાઓ આંદોલન કરવામાં આવશે. સરકાર દ્વારા રેલવેના ઉત્પાદન યુનિટોનું નિગમીકરણ કરવા તેમજ રેલવેને ખાનગી હાથોમાંથી બચાવા માટેની પ્રક્રિયા શરૂ કરવાના વિરોધમાં ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન અઙીં આંદોલન કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે