Millionaire Formula: કરોડપતિ બનવુ છે સરળ, બસ જાણી લો 50-30-20ની ફોર્મ્યૂલા

લગભગ આપણે બધા જ રૂપિયા કમાવવા માગીએ છે. કરોડપતિ બનવા માગીએ છે. પરંતુ શું હકીકતમાં આવુ શક્ય છે? તો શું છે પૈસા બચાવવા અને તેને વધારવાનો ફોર્મ્યુલા? દાવા અને પ્રતિ દાવા સરળ છે, પરંતુ હકીકત તો એ છે કે, પૈસા બચાવવા કોઈ રોકેટ સાયન્સ નહીં પરંતુ લોજીક છે. મોંઘવારીના સમયમાં એવી ઘણી સરળ તરકીબ છે, જેના દમ પર તમે ન માત્ર પોતાની ગૃહસ્થી ચલાવી શકો છો, પૈસા પણ બચાવી શકો છો. આ માટેનો ફોર્મ્યૂલા ખૂબ જ સરળ છે, અને આ છે 50-30-20.

Millionaire Formula: કરોડપતિ બનવુ છે સરળ, બસ જાણી લો 50-30-20ની ફોર્મ્યૂલા

Millionaire Formula: લગભગ આપણે બધા જ રૂપિયા કમાવવા માગીએ છે. કરોડપતિ બનવા માગીએ છે. પરંતુ શું હકીકતમાં આવુ શક્ય છે? તો શું છે પૈસા બચાવવા અને તેને વધારવાનો ફોર્મ્યુલા? દાવા અને પ્રતિ દાવા સરળ છે, પરંતુ હકીકત તો એ છે કે, પૈસા બચાવવા કોઈ રોકેટ સાયન્સ નહીં પરંતુ લોજીક છે. મોંઘવારીના સમયમાં એવી ઘણી સરળ તરકીબ છે, જેના દમ પર તમે ન માત્ર પોતાની ગૃહસ્થી ચલાવી શકો છો, પૈસા પણ બચાવી શકો છો. આ માટેનો ફોર્મ્યૂલા ખૂબ જ સરળ છે, અને આ છે 50-30-20.

હકીકતમાં, આવો કોઈ નિયમ નથી. આ એક પ્રકારનો આત્માનુશાસન સાથે જોડાયેલો એક પ્રકારનો કોન્સેપ્ટ છે. જેની સમયાંતરે અર્થશાસ્ત્રીઓએ વકાલત કરી છે. ધારી લો રે, તમે 100 રૂપિયા કમાઓ છો. તેમાંથી તમારે 50, 30 અને 20 એમ ત્રણ ભાગ કરવાનાં છે. હવે કોઈ વ્યક્તિનો પગાર 40,000 છે તો તેનાં પગારને 50, 30 અને 20 ભાગમાં વિભાજીત કરી લો. આ હિસાબથી પહેલો ભાગ 20,000 રૂપિયા હશે. બીજો ભાગ 12,000 અને ત્રીજો ભાગ 8,000. હવે જરૂરી એ છે કે તમ તમારા  ખર્ચાઓને કેવી રીતે મેનેજ કરો છો. 

હવે જે 20,000 વાળો ભાગ છે, તેમાં તમારુ ખાવા-પિવાનું રહેવાનુ ઉપરાંત પરિવારની મુખ્ય માળખાની જરૂરિયાતો જેમકે શિક્ષા વગેરે પૂરી થાય છે. જો તમે ઘરનું ભાડુ આપો છો કે પછી હોમ લોનનાં EMI ભરો છો તો એ ખર્ચાઓ પણ આ ભાગમાં આવશે.

30 ટકા વાળો ભાગ જે 12,000 છે. તેનો રોલ તમારી દિનચર્યામાં સૌથી મહત્વનો છે. આ ભાગમાં બહાર ફરવુ, .ખાવુ-પીવુ, ફિલ્મો જોવી, કપડા , મોબાઈલ રિચાર્જ નવા ગેજેટ, કાર અને બાઈકનું બિલ વગેરે જેવા ખર્ચા શામેલ છે. એક પ્રકારે કહીએ તો, તેમાં તમારી લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી બાબતો કવર થાય છે. આ ખર્ચા પૂરા કરવા માટે તમારી કુશળતા અને નિયમની જરૂર પડશે.

હવે વારો રોકાણ કરવાનો
કમાણીનો 20 ટકા ભાગ ખૂબ જ મહત્વનો છે. જેમ કે શરૂઆતમાં ઉદાહરણ આપ્યુ તે મુજબ જો તમારો પગાર 40,000 છે તો 20 ટકાનાં હિસાબે 8,000 બચાવવાનાં છે. આ રકમને દર મહિને બચાવીને તમે રોકાણ શરૂ કરો. એક રીતે આ આખી રકમ તમારી બચત છે. હવે સવાલ એ છે કે બચતનું રોકાણ કરવુ ક્યાં.

તમને જણાવી દઈએ કે, હાલના સમયે મ્યુચ્યુલ ફંડ, SIPમાં રોકાણ કરવુ ખૂબ જ સરળ છે. જો તમે મહિનાનાં 40,000 કમાઓ છો અને દર મહિને 8,000ની બચત કરો છો તો તમે વર્ષનાં અંદાજે 1,00,000 બચાવી શકો છો અને આ બચતથી યોગ્ય જગ્યા પર રોકાણ કરશો તો લાંબા સમય સુધી તમને રિટર્ન અપાવશે. આ બચત પર તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે જે આગળ જતા મોટી રકમ બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news