SEBI હવે ઢોલ વગાડીને નહી કરે હરાજી, નવી રીતે થશે આ કામ
કોઇ હરાજી માટે ડુગ-ડુગ વગાડી અથવા પોઝીશન લગાવીને આકર્ષિત કરીને પોતાનો ફાયદા થાય છે. પરંતુ બજાર નિયમનકારી સેબીને લાગે છે કે આ રીત જૂના જમાનાની વાત થઇ ગઇ છે અને આજના સમયમાં નવી રીતે સારા પરિણામ જોવા મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: કોઇ હરાજી માટે ડુગ-ડુગ વગાડી અથવા પોઝીશન લગાવીને આકર્ષિત કરીને પોતાનો ફાયદા થાય છે. પરંતુ બજાર નિયમનકારી સેબીને લાગે છે કે આ રીત જૂના જમાનાની વાત થઇ ગઇ છે અને આજના સમયમાં નવી રીતે સારા પરિણામ જોવા મળી શકે છે. સેબીને શુલ્ક ભરવામાં ચૂક કરાતા અથવા આદેશ અનુસાર ચૂકવણી ન કરનાર એકમોની સંપત્તિ વેચીને વસૂલી કરવાનો અધિકાર છે. આ અધિકારોની સમીક્ષા વખતે હરાજી દરમિયાન અપનાવવામાં આવતી જૂની જૂતી વાત સામે આવી છે.
સંપત્તિને જપ્ત કરવા અને વસૂલીનો અધિકાર
અધિકારીઓએ કહ્યું કે સેબી, દંડ, શુલ્ક, વસૂલીની રકમ અથવા રિફંડના આદેશ સંબંધમાં વસૂલીના નવા નિયમ તૈયાર કરવા માટે નાણા મંત્રાલય સાથે ચર્ચા કરી રહી છે. સેબીની પાસે લોનના હપ્તા ચૂકવવામાં ચૂક કરનાર ડિફોલ્ટરની સંપત્તિ અને બેંક એકાઉન્ટ જપ્ત કરવા, ડિફોલ્ટરની ધરપકડ કરવી અથવા તેને ધરપકડમાં લેવા અને ડિફોલ્ટરની ચલ તથા અચલ સંપત્તિઓ મેનેજમેન્ટ માટે કોઇને નિયુક્ત કરવાનો અધિકાર છે.
સમાચારપત્રોમાં જાહેરાત અને ઇ-નીલામી સંભવ
અધિકારીના અનુસાર સેબીએ સરકાર સમક્ષ પ્રસ્તુતિમાં કહ્યું કે 'ઇન્કમ ટેક્સ અધિનિયમની કેટલીક જોગવાઇઓ જૂની થઇ ગઇ છે, જેમ કે ઢોલ વગાડવો અને સાર્વજનિક હરાજી. સમાચારપત્રોમાં જાહેરાત અને ઇ-હરાજી જેવી નવી રીતે સારું પરિણામ આપી શકે છે. સેબઈએ વસૂલીને ઝડપી અને પ્રભાવી રીતે અમલમાં લાવવા સરકારને નિયમોમાં જરૂરી ફેરફાર કરવા માટે કહ્યું છે.
આઇટી અધિનિયમની હાલની જોગવાઇઓ હેઠળ કોઇપણ સંપત્તિને જપ્ત કરતાં પહેલાં જાણીતા સ્થળ અથવા જપ્ત કરવામાં આવનાર સંપત્તિ સાથે ઢોલ વગાડવો અથવા બૂમો પાડીને આદેશી જાહેરાત કરવાની હોય છે. આ ઉપરાંત જપ્તીના આદેશને ઉક્ત સંપત્તિના પરિસરમાં જનતાને સ્પષ્ટ રૂપે દેખાનાર સ્થળ પર તથા વસૂલી અધિકારની ઓફિસના બોર્ડ પર ચોંટાડવાનું હોય છે.
મંત્રાલયે સેબીની ભલામણ જવાબમાં કહ્યું કે આઇટી અધિનિયમના વસૂલીની જોગવાઇ કહેવામાં આવ્યું હતું કે એક્ટની વસૂલીને સેબી એક્ટ હેઠળ ફેરફાર કરવામાં આવી શકે છે અને આ અધિકાર કેંદ્વ સરકાર પાસે છે. માટે તેમાં સંશોધન કેંદ્વ સરકારના બનાવેલા નિયમોના આધારે જ હોવો જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે