ખુશખબરી: નહી કપાય EMI, આ બેંકોએ પણ સ્વિકારી આરબીઆઇની સલાહ

બેંકોએ કોરોના વાયરસની મહામારી બાદ લાગૂ 'લોકડાઉન'થી લોકોને રાહત આપવા માએ આવાસ, વાહન અને પાક સહિતના તમામ પ્રકારની લોનનો હપ્તો ત્રણ મહિના સુધી ન લેવા પોતાની શાખાઓને તેના અમલ અંગે પગલાં લેવા માટે કહ્યું છે.  

ખુશખબરી: નહી કપાય EMI, આ બેંકોએ પણ સ્વિકારી આરબીઆઇની સલાહ

નવી દિલ્હી: બેંકોએ કોરોના વાયરસની મહામારી બાદ લાગૂ 'લોકડાઉન'થી લોકોને રાહત આપવા માએ આવાસ, વાહન અને પાક સહિતના તમામ પ્રકારની લોનનો હપ્તો ત્રણ મહિના સુધી ન લેવા પોતાની શાખાઓને તેના અમલ અંગે પગલાં લેવા માટે કહ્યું છે.  

રિઝર્વ બેંકે કોરોના વાયરસની મહામારી અને તેની રોકથામ માટે 'લોકડાઉન'થી લોકોને રાહત આપવા માટે લોનનો હપ્તો ભરવા માટે ત્રણ મહિનાનો સમય આપવાની જાહેરાત કરી છે. 

ઘણી બેંકોએ મંગળવારે કહ્યું કે તેમણે પોતાની શાખાઓને આરબીઆઇ દ્વારા જાહેર વિભિન્ન યોજનાઓ વિશે સૂચિત કર્યા છે અને વિસ્તૃત દિશાનિર્દેશ ઉપલબ્ધ કરાવ્યા છે. ગ્રાહકોને રજીસ્ટર મોબાઇલ નંબર ઇએમઆઇ ચૂકવણી સંદર્ભમાં સૂચના આપવામાં આવી રહી છે. 

યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા (યૂબીઆઇ)ના મેનેજર નિર્દેશક રાજકિરણ રાયજીએ કહ્યું કે શાખાઓને તમામ લોનના હપ્તા પર ત્રણ મહિના પર રોકના સંદર્ભમાં સૂચના આપવામાં આવી છે. 

તેમણે કહ્યું કે જેમને ઇએમઆઇ કાપવાને લઇને ઇસીએસ (ઇલેક્ટ્રોનિક ક્લીયરિંગ સર્વિસ)નો વિકલ્પ પસંદ કર્યો છે, તે ગ્રાહકોને આ સુવિધાનો લાભ લેવા માટે સંબંધિત શાખાને ઇ-મેલ અથવા અન્ય ડિજિટલ માધ્યમથી સૂચના આપવી પડશે. 

રાજકિરણ રાયે કહ્યું કે બેંક કાયદાકીય મુદ્દે જોડાયેલ હોવાના લીધે જાતે ઇસીએસ ચૂકવણી અટકાવી ન શકે. પરંતુ ગ્રાહકો પાસે બેંકને તેને રોકવાનો આગ્રહ કરવાનો વિકલ્પ છે. 

તેમણે કહ્યું કે જે ગ્રાહકોની આવક પ્રભાવિત નથી થઇ, તેમણે નિર્ધારિત સમયસીમા અનુસાર હપ્તો ભરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. 

બે6કના ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે કોરોના વાયરસ મહામારીના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે આરબીઆઇના પેકેજમાં ભારતીય બેંકોને લોનનો હપ્તો ટાળવા, કાર્યશીલ પૂ6જી પર વ્યાજ એક માર્ચ 2020થી ત્રણ મહિના સુધી વધારવાની પરવાનગી આપવાનું સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news