8 જાન્યુઆરીના દિવસે બેંક અને વીમા કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાલ, કારણો છે મોટા
ભારતીય બેન્કિંગ ક્ષેત્રા મુખ્ય યુનિયનોએ 2020ની 8 જાન્યુઆરીએ કેન્દ્રિત ટ્રેડ યુનિયનો દ્વવારા આયોજિત હડતાલમાં (Bank strike) ભાગ લેવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાણકાર અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA)ના ટોચના નેતાએ આપી છે.
Trending Photos
ચેન્નાઇ : ભારતીય બેન્કિંગ ક્ષેત્રના મુખ્ય યુનિયનોએ 2020ની 8 જાન્યુઆરીએ કેન્દ્રિત ટ્રેડ યુનિયનો દ્વવારા આયોજિત હડતાલમાં (Bank strike) ભાગ લેવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાણકાર અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA)ના ટોચના નેતાએ આપી છે. પોતાના નિવેદનમાં AIBEAના મહાસચિવ સી.એચ. વેંકટચલમે કહ્યું છે કે 10 કેન્દ્રિય ટ્રેડ યુનિયનોએ 8 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત કરી છે.
તેમણે માહિતી આપી છે કે આ હડતાલ કેન્દ્ર સરકારની મજદૂર વિરોધી નીતિ વિરૂદ્ધ કરવામાં આવશે. આ હડતાલ વખતે નોકરીઓની સુરક્ષા, રોજગાર સર્જન તેમજ શ્રમના કાયદાઓમાં સુધારણાની માગણી કરવામાં આવશે.
વેંકટચલમ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેન્કિંગ ક્ષેત્રના મુખ્ય યુનિયન AIBEA, AIBOA, BAFI, INBEF અને INBOC પણ આ હડતાલમાં ભાગ લેવાના છે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંક, સહકારી બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક તેમજ ભારતીય જીવન વિમા નિગમના કર્મચારીઓ પણ આ હડતાલનો હિસ્સો બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે