Mega E-Auction: Bank of Baroda લઈને આવ્યું છે સસ્તામાં ઘર ખરીદવાની તક, જાણો સંપૂર્ણ વિગત

BOB Mega E-Auction: બેન્ક ઓફ બરોડા તમારા માટે લઈને આવ્યું છે સસ્તામાં ઘર, મકાન કે ફ્લેટ ખરીદવાની તક, જાણો તેની સાથે જોડાયેલી જાણકારી. 

Mega E-Auction: Bank of Baroda લઈને આવ્યું છે સસ્તામાં ઘર ખરીદવાની તક, જાણો સંપૂર્ણ વિગત

નવી દિલ્હીઃ BOB Mega E-Auction: જો તમે પણ સસ્તામાં ઘર, મકાન કે ફ્લેટ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે એક સારી તક છે. તમારૂ સસ્તામાં મકાન, ફ્લેટ કે ઓફિસ ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. બેન્ક ઓફ બરોડા  (Bank of Baroda) તરફથી 29 જાન્યુઆરી 2022ના એક મેગા ઈ-ઓક્શન (Mega E-Auction) થવા જઈ રહ્યું છે, જ્યાં ભારહતના અલગ-અલગ ઝોનમાં અચલ સંપત્તિઓની હરાજી કરવામાં આવશે. 

બેન્ક ઓફ બરોડાએ એક ટ્વીટમાં આ મેગા ઈ-ઓક્શનની જાણકારી આપી છે. બેન્કે કહ્યું છે કે ખુદનું ઘર કે ઓફિસ ખરીદવી થઈ સરળ, કારણ કે બેન્ક ઓફ બરોડા લાગી રહ્યું છે, મેગા ઈ-ઓક્શન. આ ઓક્શન 29 જાન્યુઆરી 2022ના થશે. 

સરફેસી એક્ટ હેઠળ થશે હરાજી
બેન્ક ઓફ બરોડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે આ મેગા ઈ-ઓક્શન સરફેસી એક્ટ (SARFAESI Act) હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેમાં ઘર, ફ્લેટ, ઓફિસ સ્પેસ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટી, જમીન, પ્લોટ હરાજી માટે રાખવામાં આવશે. આ હરાજી હેઠળ તે પ્રોપર્ટીને રાખવામાં આવે છે જે બેન્ક પાસે ગિરવે પડેલી હોય છે. બેન્ક આવી પ્રોપર્ટીની હરાજી કરીને પોતાના બાકી પૈસા વસૂલ કરે છે. 

— Bank of Baroda (@bankofbaroda) January 20, 2022

કઈ રીતે લેશો ભાગ
હવે આ ઈ-ઓક્શનમાં સામેલ થવા ઈચ્છુક બીઓબી કસ્ટમર્સ વિચારી રહ્યાં હશે કે તેમાં કઈ રીતે સામેલ થઈ શકાય. બેન્ક ઓફ બરોડાની વેબસાઇટ ઇચ્છુક ખરીદદારને ભારતીય બેન્કોની ગિરવે રાખેલી હરાજીના eBkray પોર્ટલ Indian Banks Auctions Mortgaged Properties Information (આઈબીએપીઆઈ) પર વિઝિટ કરવાનું કહ્યું છે. ઈ-ઓક્શનમાં સામેલ થવા માટે યૂઝર્સ રજીસ્ટ્રેશન/લોગિન વગર સીધા પોર્ટલને એક્સેસ કરી શકે છે. ઇચ્છુક બિડર બેન્ક-વાર અને સ્થાન (રાજ્ય/જિલ્લા) ના સેગમેન્ટના ડેટાનું સિલેક્શન કરી શકે છે. ખાસ વાત છે કે યૂઝર્સ રાજ્ય, જિલ્લા અને બેન્કોના હિસાબે પ્રોપર્ટી ખરીદી શકે છે. 

ગ્રાહકો ધ્યાન આપે કે સરફેસી એક્ટ  (SARFAESI Act) હેઠળ ઈ-હરાજીમાં આ વસ્તુ સામેલ થશે. 
મકાન
ફ્લેટ્સ
ઓફિસ સ્પેસ
જમીન/પ્લોટ
ઔદ્યોગિક પ્રોપર્ટી

શું છે આઈબીએપીઆઈ પોર્ટલ
ભારતીય બેન્ક હરાજી સંપત્તિ સૂચના  (IBAPI) પોર્ટલ બેન્ક દ્વારા હરાજીમાં જનારી સંપત્તિની ડિસ્પ્લે માટે કોમન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા માટે નાણાકીય સેવા વિભાગ  (DFS) નાણા મંત્રાલયની નીતિ અંતર્ગત ભારતીય બેન્ક સંઘ  (IBA) ની એક પહેલ છે. તેની શરૂઆત પબ્લિક સેક્ટરની બેન્કોથી કરવામાં આવી રહી છે. ખરીદદાર સંપત્તિની વિગત જાણવા અને હરાજીમાં ભાગ લેવા માટે આ પોર્ટલનો ઉપયોગ કરી શકે છે. 

મેગા ઈ-ઓક્શનના ફાયદા
ક્લિયર ટાઇટલ
તત્કાલ કબજો
સરળ શરતો પર બેન્કની લોન

જો કોઈ ઈચ્છુક વ્યક્તિની પાસે તેની સાથે જોડાયેલા કોઈ સવાલ છે તો તે બેન્ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ  bankofbaroda.in પર લોગ-ઇન કરી શકે છે. અથવા આઈબીએપીઆઈની વેબસાઇટ  ibapi.in ની મુલાકાત લઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news