કેનેડા બોર્ડર ટ્રેજેડીમાં નવો વળાંક, કલોલનો ગુજરાતી પરિવાર કેનેડા ગયો હતો, 4 સભ્યોનો આખો પરિવાર ગુમ

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં 4 પટેલ નાગરિકો કેનેડા બોર્ડર પર થીજીને મોતને ભેટ્યા. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જોકે, હજુ સુધી આવી કરુણ રીતે મોતને ભેટેલ ગુજરાતીઓ કોણ છે તેનો પત્તો થયો નથી. આ મૃતકો ઉત્તર ગુજરાતનાં કલોલ તાલુકાના પટેલ પરિવારનાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે. સાથે જ વિદેશ લઈ જવાના ખ્વાબ બતાવનારા એજન્ટોની પણ તપાસ થઈ રહી છે. આવામા કલોલના ડિંગુચા ગામનો એક પરિવાર લાપતા થયો હોવાનુ સામે આવ્યુ છે. 

કેનેડા બોર્ડર ટ્રેજેડીમાં નવો વળાંક, કલોલનો ગુજરાતી પરિવાર કેનેડા ગયો હતો, 4 સભ્યોનો આખો પરિવાર ગુમ

ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં 4 પટેલ નાગરિકો કેનેડા બોર્ડર પર થીજીને મોતને ભેટ્યા. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જોકે, હજુ સુધી આવી કરુણ રીતે મોતને ભેટેલ ગુજરાતીઓ કોણ છે તેનો પત્તો થયો નથી. આ મૃતકો ઉત્તર ગુજરાતનાં કલોલ તાલુકાના પટેલ પરિવારનાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે. સાથે જ વિદેશ લઈ જવાના ખ્વાબ બતાવનારા એજન્ટોની પણ તપાસ થઈ રહી છે. આવામા કલોલના ડિંગુચા ગામનો એક પરિવાર લાપતા થયો હોવાનુ સામે આવ્યુ છે. 

કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયનાં ઠંડીને કારણે મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. કાતિલ ઠંડી વચ્ચે 11 ગુજરાતીઓ કેનેડાથી અમેરિકાની બોર્ડર પાર કરી રહ્યા હતા. ઠંડીમાં ઠુંઠવાતા બાળક સહિત 4 ગુજરાતીઓના મોત નિપજ્યા છે. આ ચારેય એક જ પરિવારના હોવાનુ જાણવા મળ્યુ છે. આવામાં હવે એક ગુજરાતી પરિવાર લાપત્તા થતા તંત્રની ચિંતા વધી છે. કલોલથી કેનેડા ગયેલો એક ગુજરાતી પરિવાર લાપતા બન્યો છે. ધીનગરના કલોલનો ડિંગુચા ગાનો એક પરિવાર ગુમ છે. આ  પરિવારના સદસ્યો 10 દિવસ પહેલા કેનેડા ગયા હતા. પરંતુ છેલ્લા 3 દિવસથી તેમનો પણ કોઈ સંપર્ક થયો નથી. આ 11 લોકોમાંથી 4 લોકોના મોત થયા બાદ બાકીના 7 લોકોને પકડી પાડવામાં આવ્યાં છે. આ સાત લોકો પણ ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે.

કેનેડા બોર્ડર ટ્રેજેડીમાં નવો વળાંક, કલોલનો ગુજરાતી પરિવાર કેનેડા ગયો હતો, 4 સભ્યોનો આખો પરિવાર ગુમ

ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. 10 દિવસ અગાઉ બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્રી, પુત્રી 10 દિવસ અગાઉ એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો હતો, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઇ સંપર્ક ન થઇ રહ્યો હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ  છે. બીજીતરફ, અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના અહેવાલ સમાચાર માધ્યમોમાં આવતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાથમિક રિપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યનાં ઠંડીને કારણે મોત થયાં છે. ત્યારે ગુજરાત પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news