SBI બેન્કના બચત ખાતાધારકો માટે માઠા સમાચાર, જાણીને લાગશે મોટો આંચકો

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં જો તમારું બચત ખાતું હશે તો આ જાણકારી ખાસ તમારા માટે છે. કોરોના વાયરસના કારણે દેશભરમાં થયેલા લોકડાઉન અગાઉ બેન્કે બચત ખાતા પર મળતા વ્યાજમાં કાપની જાહેરાત કરી હતી. આ જાહેરાત બુધવારે 15 એપ્રિલથી લાગુ થઈ ગઈ છે. આ જાહેરાતની સાથે જ હવે ખાતાધારકોને 0.25 ટકા વ્યાજ ઓછું મળશે. જો કે બેન્કે પોતાના એટીએમ કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. 
SBI બેન્કના બચત ખાતાધારકો માટે માઠા સમાચાર, જાણીને લાગશે મોટો આંચકો

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં જો તમારું બચત ખાતું હશે તો આ જાણકારી ખાસ તમારા માટે છે. કોરોના વાયરસના કારણે દેશભરમાં થયેલા લોકડાઉન અગાઉ બેન્કે બચત ખાતા પર મળતા વ્યાજમાં કાપની જાહેરાત કરી હતી. આ જાહેરાત બુધવારે 15 એપ્રિલથી લાગુ થઈ ગઈ છે. આ જાહેરાતની સાથે જ હવે ખાતાધારકોને 0.25 ટકા વ્યાજ ઓછું મળશે. જો કે બેન્કે પોતાના એટીએમ કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. 

બેન્કે વેબસાઈટ પર કરી જાહેરાત
બેન્કે પોતાની વેબસાઈટ પર એવી જાહેરાત કરી કે હવેથી ખાતાધારકોને તેમના બચત ખાતામાં 2.75 ટકા વ્યાજ મળશે. બેન્કે એક નિવેદનમાં કહ્યું કે બચત જમા વ્યાજ દરમાં 0.25 ટકા વ્યાજ કાપનો નિર્ણય લેવાયો છે. 

હોમ લોનના દરમાં થયો ઘટાડો
એસબીઆઈએ MCLRમાં 0.35 ટકાના કાપની જાહેરાત કરી છે. જેનાથી હોમલોનના ઈએમઆઈમાં ઘટાડો થશે. બેન્કે કહ્યું કે તેનાથી 30 વર્ષની હોમ લોનના માસિક એક લાખના હપ્તામાં 24 રૂપિયા ઘટશે. 

જુઓ LIVE TV

15 એપ્રિલથી એસબીઆઈ બચત ખાતા પર વ્યાજદરમાં ફેરફાર
11 માર્ચના રોજ SBIએ તમામ ગ્રાહકો માટે પોતાના બચત બેન્ક વ્યાજ દરને ઘટાડીને 3 ટકા કર્યો હતો. પહેલા તે એક લાખ સુધીની રકમ પર 3.25 ટકા હતો અને એક લાખથી વધુ પર 3 ટકા હતો જે હવે બધા પર 2.75 ટકા થયો છે. 

એટીએમ કાર્ડ ધારકો માટે મોટી રાહત
જો કે બેન્કે પોતાના એટીએમ કાર્ડધારકોને મોટી રાહત આપતા કહ્યું છે કે 30 જૂન  સુધી એટીએમ પર 5 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ પણ લાગતા સર્વિસ ચાર્જને બેન્ક 30 જૂન સુધી હટાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news