આ બેંકે ATM કેશ, મિનિમમ બેલેન્સ પર વધાર્યો ચાર્જ, ઘણી બીજી સર્વિસેઝ પણ 1 મેથી થશે મોંઘી
સરળ સેવિંગ્સ સ્કીમ માટે સરેરાશ બેલેન્સ મેટ્રો શહેરોમાં 10,000 રૂપિયાથી માંડીને 15,000 રૂપિયા કરી દીધી છે. પ્રાઇમ અને લિબર્ટી સેવિંગ્સ એકાઉન્ટ માટે માસિક સરેરાશ બેલેન્સની સીમા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: Axis Bank Charges: જો તમારું Axis Bank માં સેલરી અથવા સેવિંગ્સ એકાઉન્ટ છે તો તમારા માટે સારા સમાચાર છે. Axis Bank એ 1 મેથી પોતાની ઘણી સેવાઓને મોંઘી કરવાની જાહેરાત કરી છે. તેમાં એટીએમમાથી કેશ કાઢવા પર લાગનાર ચાર્જથી માંડીને મિનિમમ બેલેન્સ ચાર્જ સુધી વધારી દીધા છે.
તો ચાલો અમે તમને એક-એક કરીને જણાવીએ કે Axis Bank એ પોતાની કઇ કઇ સર્વિસેઝ માટે કેટલા ચાર્જ વધાર્યા છે.
Axis Bank એ કેશ ઉપાડવા માટે ચાર્જ વધાર્યા
તમે ATM માંથી મહિનામાં ચાર વખત કેશ ટ્રાંજેક્શન કરી શકે છે, તેના પર કોઇ ચાર્જ નહી લાગે, જોકે આ 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ. 4 ટ્રાંજેક્શન બાદ બેંક તમારી પાસેથી 1000 રૂપિયાના કેશ ઉપાડ પર 5 રૂપિયા ચાર્જ વસૂલે છે. 1 મેથી હવે 5 રૂપિયાના બદલે 10 રૂપિયા લાગશે.
મિનિમમ બેલેન્સ પર ચાર્જ વધ્યો
સરળ સેવિંગ્સ સ્કીમ માટે સરેરાશ બેલેન્સ મેટ્રો શહેરોમાં 10,000 રૂપિયાથી માંડીને 15,000 રૂપિયા કરી દીધી છે. પ્રાઇમ અને લિબર્ટી સેવિંગ્સ એકાઉન્ટ માટે માસિક સરેરાશ બેલેન્સની સીમા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી દીધી છે. 1 મે બાદ જો આ બેલેન્સ મેનટેન કરવામાં નહી આવે તો પ્રતિ 100 રૂપિયા ઓછા હોવા પર 10 રૂપિયા ચાર્જ લાગશે.
જોકે બેંકએ તેના માટે મિનિમમ ચાર્જને 150 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરી દીધો છે. પરંતુ મેક્સિમમ ચાર્જને 600 રૂપિયાથી વધારીને 800 રૂપિયા કરી દીધો છે.
સેલરી એકાઉન્ટના નિયમોમાં પણ ફેરફાર
Axis બેંકએ સેલરી એકાઉન્ટના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. જો તમારું સેલરી એકાઉન્ટ 6 મહિનાથી વધુ જુનૂ છે અને કોઇ એક મહિનામાં કોઇ ક્રેડિટ નહી થાય તો 100 રૂપિયા દર મહિને ચાર્જ લગાવવામાં આવશે. તો બીજી તરફ તમારા ખાતામાં 17 મહિના સુધી કોઇ ટ્રાંજેક્શન નહી થાય તો 18મા મહિનામાં વન ટાઇમ 100 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આ ઉપરાંત અપડેટ PAN/Form 60 ડિટેલ્સ, જન્મ તારીખ અપડેટ, એડ્રેસ ચેંજ, ઇ-મેલ આઇડી બદલવું, ટ્રાંસફર એકાઉન્ટ માટે 100 રૂપિયા ફી ચૂકવવી પડશે.
SMS એલર્ટ ચાર્જ વધારો
જો તમારે પોતાના ટ્રાંજેક્શન માટે SMS એલર્ટ જોઇએ તો તેના માટે Axis Bank 25 પૈસા પ્રતિ SMS ના દરથી ચાર્જ વસૂલશે. હાલમાં 5 રૂપિયા પ્રતિ માહનો ચાર્જ લે છે. તમને જણાવી દઇએ કે તેમાં બેંક તરફથી મોકલવામાં આવતા OTP અને પ્રમોશનલ SMS સામેલ નહી હોય. આ નવા દર 1 જુલાઇ 2021 થી લાગૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે