લસણના આ ઉપાયથી તમે બની શકો છો કરોડપતિ, ઉપાય અપનાવીને જુઓ

તમે ખૂબ જ પરિશ્રમ કરો છો તેમ છતા પણ તમને તમારી અપેક્ષા કરતા ઓછું મળે છે? મહેનત કરવા છતા સફળતા નથી મળતી? તો તમે લસણનો આ ઉપાય કરી શકો છો. તમે લાલ રંગની પોટલીમાં લસણની બે કળીને બાંધી દો અને આ પોટલીને જમીનમાં દાટી દો. આ કાર્ય કરતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું છે કે ખાડો ખોદતા કે પોટલી મુકતા તમને કોઈ જોઈ ના જાય.

લસણના આ ઉપાયથી તમે બની શકો છો કરોડપતિ, ઉપાય અપનાવીને જુઓ

નવી દિલ્હીઃ લસણમાં પુરુષોની જાતીય સમસ્યાઓને દૂર કરવાની તાકાત હોય છે આ ઉપરાંત આંખની ખામી સિવાય અન્ય ઘણી સમસ્યાઓનું નિરાકરણ લસણના ઉપયોગથી આવી શકે છે પરંતુ કદાચ તમે એ નહીં જાણતા હોય કે આ લસણની કળીઓ તમને કરોડપતિ બનાવી શકે છે. જો તમે કરોડપતિ બનવા માંગો છો તો એક વખત લસણના ઉપાયો કરીને જુઓ. જ્યોતિષ શાસ્ત્રમાં ઘરમાં ધન અને અનાજ જાળવવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેમાંથી એક છે લસણ. જો તમે લસણના આ ઉપાયો અજમાવશો તો તમારું ભાગ્ય બદલાઈ શકે છે. આ એવો ઉપાય છે જેને અપનાવીને તમે નવા વર્ષમાં કરોડપતિ બની શકો છો. આવો હવે જાણીએ લસણ તમને કેવી રીતે કરોડપતિ બનાવી શકે છે.

કેવી રીતે બની શકો છો કરોડપતિ-
તમે ખૂબ જ પરિશ્રમ કરો છો તેમ છતા પણ તમને તમારી અપેક્ષા કરતા ઓછું મળે છે? મહેનત કરવા છતા સફળતા નથી મળતી? તો તમે લસણનો આ ઉપાય કરી શકો છો. તમે લાલ રંગની પોટલીમાં લસણની બે કળીને બાંધી દો અને આ પોટલીને જમીનમાં દાટી દો. આ કાર્ય કરતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું છે કે ખાડો ખોદતા કે પોટલી મુકતા તમને કોઈ જોઈ ના જાય.

ધંધા-વ્યાપાર સમસ્યા થશે દૂર-
લસણની કળીના ઉપયોગથી તમે તમારા ધંધા-વ્યાપારમાં પણ વૃદ્ધિ લાવી શકો છો. જો ધંધામાં રૂપિયા આર્થિક સંકટ હોય તો શનિવારના રોજ કાર્યક્ષેત્રના મુખ્ય દરવાજા પર 5 લસણની કળીને લાલ કપડામાં બાંધીને લટકાવી દો. આ પ્રકારનો ઉપાય કરવાથી ધનના આગમનનો રસ્તો ખુલી જાય છે.

નજર લાગી હોય તો કરો આ ઉપાય-
ઘર કંકાસ રહે તો પુરૂષ કે સ્ત્રીને ઘરમાં જવું ગમતું નથી. ઘર કંકાસથી આસ-પાસના લોકો પણ હેરાન થાય છે. તે આપણા પરિવારને પણ અલગ નજરથી જોવે છે. ઘરની શાંતિ ભંગ થઈ જાય છે. કંકાસના કારણે મન અને મગજ સ્થિર ના રહેવાથી કામ ઊંધા થવા લાગે છે જેથી શારીરિક અને આર્થિક મુશ્કેલીઓમાં વધારો થાય છે. ઘર કંકાસના કારણે ઘરના લોકો ચિંતામાં રહે છે અને કોઈને કોઈ રોગના ભોગ બને છે. આ દરેક મુશ્કેલીઓ ઘર કંકાસના કારણે આવતી હોય છે. ઘર કંકાસને નિવારવા માટે શનિવારના દિવસે પાતળા ડંડામાં લસણના 7 કડિયો લગાવીને ઘરની અગાસીમાં મુકી દો. આમ કરવાથી નજર દોષ દૂર થઈ જાય છે. નજર દોષ હોવાના કારણે પણ ઘરમાં કંકાસ રહેતો હોય છે.

આ ઉપાયથી થશે ધનની વર્ષા-
જો તમે આર્થિક સંક્રમણનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાય તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. આ ઉપાયથી તમારું આર્થિક સંક્રમણ દૂર થશે અને ધનની વર્ષા થશે. જીવનમાં અમુક એવા પાસા હોય છે અને જીવનશૈલીના કારણે ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અથવા તો તમે આર્થિક સંક્રમણમાં સપડાવ છો. જે ફુલ જોઈને ભમરો આકર્ષાય છે. સ્ત્રીને જોઈને પુરૂષ આકર્ષાતો હોય છે તેમ અમુક પ્રકારનું આકર્ષણ અમુક પ્રકારની વસ્તુઓ પર હોય છે. લસણનો આ ઉપાય ધનને ખેંચીને લાવશે. શનિવારના દિવસે તમે તમારા વોલેટમાં એક લસણની કડી મુકી દો. તમારા વોલેટમાં રહેલી એ એક કળી ધનને તમારા વોલેટ સુધી લાવી શકે છે.

(ડિસ્ક્લેમર- આ લેખ સામાન્ય જાણકારીઓના આધારે લખવામાં આવ્યો છે જેની ZEE 24 કલાક પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news