Corona Vaccine Side Effects: 447 લોકોમાં જોવા મળ્યા સાઇડ ઇફેક્ટ્સ, 3 હોસ્પિટલમાં દાખલ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry Of Health) જણાવ્યું કે, કોરોના વેક્સીનેશન (Corona Vaccination) બાદ અત્યાર સુધીમાં 447 લોકોમાં પ્રતિકૂળ અસર જોવા મળી છે. તેમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Corona Vaccine Side Effects: 447 લોકોમાં જોવા મળ્યા સાઇડ ઇફેક્ટ્સ, 3 હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે વેક્સીનેશન અભિયાન (Vaccination Campaign) શરૂ થઈ ગયું છે. પરંતુ આ વચ્ચે ઘણા લોકોમાં વેક્સીનની પ્રતિકૂળ અસર (Adverse Effects Of Vaccine) જોવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry Of Health) જણાવ્યું કે, કોરોના વેક્સીનેશન (Corona Vaccination) બાદ અત્યાર સુધીમાં 447 લોકોમાં પ્રતિકૂળ અસર જોવા મળી છે. તેમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલા દિલ્હીમાં 52 હેલ્થ વર્કર્સને રસી અપાયા બાદ સમસ્યા હોવાનું જણાવાયું હતું. તેમાંથી કેટલાકે એલર્જીની ફરિયાદ કરી હતી અને કેટલાક ગભરાટની સમસ્યા થઈ હતી. તેમાંથી એક વર્કર્સને AEFI સેન્ટર મોકલવામાં આવ્યો હતો. જો કે, આજે કોરોના વેક્સીનેશનના (Corona Vaccination) બીજા દિવસે 17,072 લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,24,301 લોકોને વેક્સીનના (Corona Vaccine) ડોઝ આપવામાં આવ્યા છે.

આ મામલા પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, શનિવારના પ્રતિકૂળ અસરના (Adverse Effects Of Vaccine) 51 સામાન્ય કેસ સામે આવ્યા, જેમાં કેટલાકને સમાન્ય મુશ્કેલી થઈ. જો કે, એક કેસ થોડો ગંભીર હતો, તે શખ્સને એમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. જે હેલ્થવર્કર્સને (Health Workers) એડમિટ કરવામાં આવ્યો છે તેની ઉંમર 22 વર્ષ છે અને તે સિક્યુરિટીમાં કામ કરે છે. જો કે, કુલ મળીને માત્ર એક જ શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાકી 51 લોકોને થોડીવાર નિરીક્ષણમાં રાખી રજા આપવામાં આવી હતી.

સરકારે દરેક સેન્ટર પર એક એઈએફઆઇ કેન્દ્ર બનાવ્યું છે. જ્યાં રસી લગાવ્યા બાદ સાઇડ ઇફેક્ટ્સ (Corona Vaccine Side Effects) સામે આવતા ચેકઅપની સુવિધા મળે છે. તમને જણાવી દઇએ કે, 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશનની શરૂઆત પીએમ મોદીએ (PM Modi) એક વીડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી કરી હતી. ત્યારબાદ દેશભરમાં લગભગ 3300 સ્થળો પર વેક્સીનેશન કરવામાં આવ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news