ZeroPe: અશનીર ગ્રોવરની નવી કંપની, સારવાર માટે આપશે 5 લાખ રૂપિયાની ઇન્સ્ટન્ટ લોન
Ashneer Grover New Business: ભારતપે સાથે વિવાદ બાદ અશનીર ગ્રોવર હવે પહેલીવાર ફિનટેકની દુનિયામાં પગ મુકવા જઇ રહ્યા છે.
Trending Photos
Ashneer Grover New Business: ભારતપેના કો-ફાઉન્ડર તથા પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અશનીર ગ્રોવર નવી કંપની સાથે ફિનટેકની દુનિયામાં પોતાની નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહ્યા છે. ગ્રોવર નવી કંપની દ્વારા જરૂરિયાતમંદોને એપ વડે ઇન્સ્ટન્ટ મેડિકલ લોન પુરી પાડશે.
PM મોદીએ જે ટોપ ગેમર્સ સાથે કરી મુલાકાત, કોણ છે તે; કેટલા છે તેમના સબ્સક્રાઇબર
ભારતમાં હવે SIM Card વિના પણ માણી શકાશે ઇન્ટરનેટની મજા અને કોલિંગ, સામે આવ્યો પ્લાન
ટેસ્ટિંગ મોડમાં એપની લિસ્ટિંગ
ભારતપે સાથે વિવાદોના લીધે અશનર ગ્રોવરને ફિનટેકથી અલગ થવું પડ્યું હતું. તેના થોડા સમય બાદ તેમણે થર્ડ યૂનિકોર્ન નામથી એક નવી કંપની બનાવી હતી. થર્ડ યૂનિકોર્ન કંપનીએ જ ગૂગલ પ્લે સ્ટોર પર નવી એપ લિસ્ટ કરી છે. નવી એપને ઝીરોપે (Zeropay) નામ આપવામાં આવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર લિસ્ટિંગમાં જણાવ્યું હતું કે જીરોપેને થર્ડ યૂનિકોર્ન દ્વારા ડેવલોપ કરવામાં આવી છે અને એપ અત્યારે ટેસ્ટિંગ મોડમાં છે.
ફક્ત 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જશે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર, જાણો કિંમત અને ફીચર્સ
હેલ્થી દેખાઇ છે, પણ હોય છે હાનિકારક! 10 એવા ફૂડ જેને લોકો સમજે છે પૌષ્ટિક
ભારત પે બાદ હવે થશે એન્ટ્રી
અશનીર ગ્રોવરે આ પહેલાં ગત વર્ષે થર્ડ યૂનિકોર્ન બેનર હેઠળ એક ફેન્ટેસી ગેમ પ્લેટફોર્મ ક્રિકપેને લોન્ચ કરી હતી. ભારતપે વિવાદથી એક્ઝિટ થયા બાદ ફિનટેક સેગમેંટમાં અશનીર ગ્રોવર હવે ફરીથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝીરોપે (Zeropay) ના માધ્યમથી લોકોને 5 લાખ રૂપિયા સુધીનો પ્રી-એપ્રૂવ્ડ ઇન્સ્ટન્ટ લોન લોન મળશે. ગ્રોવરની કંપની આ લોન દિલ્હી બેસ્ડ એનબીએફસી મુકુટ ફિનવેસ્ટ સાથે મળીને પુરી પાડશે.
સંજીવ કુમારનું થયું હતું રહસ્યમય મોત, લોકોને કહેતા 'હું ક્યારેય વૃદ્ધ થવાનો નથી'
Multibagger Return: 1 વર્ષમાં 171% રિટર્ન, FD માં તો સપનામાં પણ નહી મળે આટલો ફાયદો!
ફક્ત આવા દર્દીઓને મળશે લાભ
ઝીરોપે (Zeropay) ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક વ્યક્તિ સારવાર માટે ઈન્સ્ટન્ટ મેડિકલ લોનની આ સેવાનો લાભ લઈ શકશે નહીં. વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે આ લોન સુવિધાનો લાભ ફક્ત તે લોકો જ મેળવી શકશે, જેઓ ઝીરોપે (Zeropay) ની પાર્ટનર હોસ્પિટલોમાં સારવાર મેળવશે.
રતન ટાટાના પરિવારની આ પુત્રીઓ, કેમેરાથી રહે છે દૂર, સંભાળે છે અબજોનો બિઝનેસ
ટાટાથી માંડીને અદાણી સુધીના શેરે બદલી કિસ્મત, એક વર્ષમાં મળ્યું 125% રિટર્ન
પહેલાંથી જ ઉપલબ્ધ છે આ કંપનીઓ
સારવાર માટે લોન પુરી પાડવાનો બિઝનેસ નવો નથી. ગ્રોવર પહેલાં પણ આ માર્કેટમાં ઘણા પ્લેયર્સ હાજર છે. જેમાં સેવ ઇન, ક્યૂબ હેલ્થ, આરોગ્ય ફાઇનાન્સ, નિયો ડોક્સ, ફાઇબ, કેનકો, માય કેર હેલ્થ વગેરે છે. આ ભારતી બજારમાં એક ઉભરતું સેગમેંટ છે. એટલા કારણ કે ઘણા ફિનટેક કંપનીઓ ઇસ્ટેંટ મેડિકલ લોન પુરી પાડવા ફોકસ કરી રહ્યા છે.
Beetroot: બીટ ખરેખર 'શાકભાજીની વાયગ્રા' છે? જાણો શું કહે છે વિજ્ઞાન
ભાગલપુરી સિલ્ક સાડીમાં ચાંદી જેવી ચમકે છે નીતા અંબાણી, કિંમતી નેકલેસમાં જોવા મળ્યો મહારાણી લુક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે