કોરોના છતાં એપલનો મોટો ધમાકો, તોડ્યા કમાણીના બધા રેકોર્ડ


કોરોના વાયરસને કારણે તમામ કંપનીની આવક પર ખરાબ અસર પડી છે પરંતુ આ બધા વચ્ચે એપલે રેકોર્ડતોડ કમાણી કરી છે. 

કોરોના છતાં એપલનો મોટો ધમાકો, તોડ્યા કમાણીના બધા રેકોર્ડ

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસ આઉટબ્રેકને કારણે તમામ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ પર ખરાબ અસર પડી છે. સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝ પણ તેનાથી અછૂતી નથી. તમામ કંપનીઓની આવકમાં ઘટાડો નોંધાયો છે પરંતુ પ્રીમિયમ સ્માર્ટફોન મેકર કંપનીએ વર્ષ બીજા ક્વાર્ટરનો રેવેન્યૂ રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટ ચોંકવનારો છે. એક તરણ જ્યાં બાકી તમામ કંપનીઓનો રેવેન્યૂ ગ્રાફ નીચો જતો જોવા મળી રહ્યો છે તો એપલે રેકોર્ડ તોડ કમાણી કરતા 12 બિલિયન ડોલરની કમાણી કરી છે. Bloombergએ પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. 

'એપલે આશા કરતા કરી વધુ કમાણી'
બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે એપલે 54.25 બિલિયન ડોલરની કમાણીની આશા કરી હતી પરંતુ એપલે તેનાથી સારી કમાણી કરતા 58.3 બિલિયન ડોલરની કમાણી કરી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એપલનું સર્વિર એન્ડ વિયરેબલ માર્કેટ બૂમ કરી રહ્યું છે, જેના દમ પર કંપનીએ આટલી કમાણી કરી છે. 

એપલ લાવ્યું સૌથી સસ્તો આઈફોન
એપલે હાલમાં પોતાનો સૌથી સસ્તો આઈફોન લોન્ચ કર્યો હતો. એપલે નવો iPhone SE બ્લેક, વાઇટ અને પ્રોડક્ટ રેડ કલર વિકલ્પમાં લોન્ચ કર્યો હતો. ખાસ વાત તે છે કે કંપની આ ડિવાઇસને ખરીદનાર યૂઝરોને એક વર્ષ સુધી Apple TV Plusનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવાની છે. ડિઝાઇન ભલે જૂની હોય પરંતુ આ ડિવાઇસમાં એપલની A13 બાયોનિક ચિપ આપવામાં આવી છે. આ એપલ ચિપ લેટેસ્ટ iPhone 11 અને iPhone 11 Pro મોડલ્સમાં પણ જોવા મળી છે. તેનાથી સ્પષ્ટ છે કે તેનું પ્રદર્શન દમદાર થવાનું છે અને લેટેસ્ટ એપલ ડિવાઇસ જેવા જ સોફટ્વેર ઓપ્ટિમાઇઝેશન તેમાં જોવા મળશે. 

સેકેન્ડ જનરેશન iPhone SEનું કોઈ પ્લસ સાઇઝ વર્ઝન લોન્ચ થશે નહીં તેથી કેટલિક માર્કેટમાં iPhone 8 Plusનું સેલ પણ ચાલું રહેશે. દમદાર પ્રોસેસરની સાથે તેમાં કેરેમા ફીચર્સ પણસારા છે. ફોનમાં 12 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા ફ્લેશની સાથે આપવામાં આવ્યો છે અને નવા ચિપની એચડીઆર ટેક્નોલોજીની મદદથી તે શાનદાર ફોટો ક્લિક કરી શકશે, જે ઘણા શોટ્સને કમ્બાઇન કરી ફાઇનલ રિઝલ્ટ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news