અનિલ અંબાણીની આ કંપનીના શેર રોકેટ બન્યા, 1.13 રૂપિયાથી 24 પર પહોંચ્યો, 2000%ની તોફાની તેજી

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક વર્ષોમાં જ 1.13 રૂપિયાથી ચડીને 24 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના આ શેરોમાં આ સમયગાળા દરમિયાન 2000 ટકાથી વધારેની તેજી આવી છે. 

અનિલ અંબાણીની આ કંપનીના શેર રોકેટ બન્યા, 1.13 રૂપિયાથી 24 પર પહોંચ્યો, 2000%ની તોફાની તેજી

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરોમાં સારી એવી તેજી જોવા મળી છે. રિલાયન્સ પાવરના શેર સોમવારે 4 ટકાની તેજી સાથે 24.25 રૂપિયા પર જોવા મળ્યા. પોતાના હાઈથી 99 ટકા ગગડ્યા બાદ રિલાયન્સ પાવરના શેરોમાં તોફાની તેજી આવી છે. કંપનીના શેર 1.13 રૂપિયાથી વધીને 24 રૂપિયાને પાર પહોંચી ગયા છે. માર્કેટ એક્સપર્ટ રિલાયન્સ પાવરના શેર અંગે પોઝિટિવ છે. તેમનું કહેવું છે કે કંપનીના શેર શોર્ટ ટર્મમાં 30 રૂપિયા સુધી જઈ શકે છે. 

99 ટકા ગગડ્યા બાદ 2000 ટકા ચડ્યા
રિલાયન્સ પાવરના શેર 274.84 રૂપિયાના પોતાના હાઈ લેવલથી 99 ટકાથી વધુ ગગડી ગયા હતા. કંપનીના શેર 23 મે 2008ના રોજ 274.84 રૂપિયા પર હતા. જે 27 માર્ચ 2020ના રોજ 1.13 રૂપિયા પર પહોંચી ગયા હતા. ત્યારબાદથી રિલાયન્સ પાવરના શેરોમાં સારી તેજી જોવા મળી છે. કંપનીના શેર 1 જાન્યુઆરી 2024ના રોજ 24.25 રૂપિયા પર પહોંચ્યા. રિલાયન્સ પાવરના શેરોમાં છેલ્લા 4 વર્ષથી પણ ઓછા સમયમાં 2000 ટકાથી વધુની તેજી જોવા મળી છે. કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 25.19 રૂપિયા છે. જ્યારે રિલાયન્સ પાવરના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 9.05 રૂપિયા છે. 

શોર્ટ ટર્મમાં 28થી 30 રૂપિયા સુધી જઈ શકે શેર
એક મીડિયા રિપોર્ટમાં ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમિત બાગડિયાને ટાંકીને કહેવાયું છે કે રિલાયન્સ પાવરના શેર પોઝિટિવ જોવા મળી રહ્યા છે અને હાઈ રિસ્ક ઈન્વેસ્ટર્સ 28-30 રૂપિયાના શોર્ટ  ટર્મ ટાર્ગેટ માટે કંપનીના શેરોને હોલ્ડ કરી શકે છે. કંપનીના શેરોમાં 21 રૂપિયા પર સ્ટોપ લોસ જાળવી રાખવું જરૂરી છે. પ્રોફિટ માર્ક સિક્યુરિટીઝના હેડ અવિનાશ ગોરક્ષકરનું કહેવું છે કે રિલાયન્સ પાવર જ નહીં પરંતુ ટાટા અને અદાણીના શેરોમાં પણ હાલના મહિનાઓમાં સારી એવી  તેજી જોવા મળી છે. પાવર સેક્ટરમાં ટેરિફ વધવાના કારણે આ પાવર શેરોમાં ઉછાળો આવ્યો છે. તેનાથી પાવર કંપનીઓના માર્જિનમાં સુધારો આવવાની આશા છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news