PETA ની અવળચંડાઈ પર Amul નો જવાબ, બનાસ ડેરીના ચેરમેને પણ કર્યો વિરોધ

PETA ની અવળચંડાઈ પર Amul નો જવાબ, બનાસ ડેરીના ચેરમેને પણ કર્યો વિરોધ
  • અમૂલના આરએસ સોઢીએ આ અંગે જવાબ આપતા કહ્યું કે, પેટા સંસ્થા દ્વારા પશુપાલકો વિરુદ્ધ ષડ્યંત્ર છે. પેટા વિદેશી કંપનીઓનો હાથો બનીને કામ કરી રહી છે. પેટા અવારનવાર આવી હરકત કરીને પશુપાલકો વિરુદ્ધ કામ કરે છે

ઝી મીડિયા/બ્યૂરો :પ્રાણીઓ પર કામ કરતી સંસ્થાએ દૂધ મામલે નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પેટા (PETA) ઈન્ડિયાએ અમૂલ ડેરીને સૂચન આપ્યા કે, ગ્રાહકોની વસ્તી જોતા વિગન દૂધ ઉત્પાદન કરવા તરફ તેણે વળવુ જોઈએ. પેટા ઈન્ડિયાએ અમૂલ (Amul) ના આરએસ સોઢીને પત્ર લખ્યો કે, દૂધ સહકારી સમિતિએ ફળ-ફૂલથી વિગન ફુડ અને દૂધ માર્કેટમાંથી ઉઠાવવુ જોઈએ. પેટાના આ નિવેદનથી ગુજરાતભરના પશુપાલકો રોષે ભરાયા છે. પશુઓના અધિકાર માટે કામ કરનારા સંગઠન પેટાએ અમૂલે વિગન મિલ્ક કે પ્લાન્ટ્સમાઁથી બનાવવામાં આવતા દૂધના ઉત્પાદનની તરફ વધવાનું કહ્યું છે. ત્યારે અમૂલે આ મામલે મોટું નિવેદન આપ્યું છે.  

અમૂલનો પેટાનો જવાબ
અમૂલના આરએસ સોઢીએ આ અંગે જવાબ આપતા કહ્યું કે, પેટા સંસ્થા દ્વારા પશુપાલકો વિરુદ્ધ ષડ્યંત્ર છે. દેશના 10 કરોડથી વધુ પશુપાલકોને દૂધ થકી રોજગાર મળે છે. પેટા વિદેશી કંપનીઓનો હાથો બનીને કામ કરી રહી છે. પેટા અવારનવાર આવી હરકત કરીને પશુપાલકો વિરુદ્ધ કામ કરે છે. પેટા જે દૂધની વાત કરે છે તે પૌષ્ટિક દૂધ નથી, અમૂલ અને દેશના પશુપાલકોનો દૂધ શુદ્ધ અને પૌષ્ટિક છે. 

દૂધનો વ્યવસાયનો ભારતીય ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં મહત્વનુ યોગદાન છે. 8 લાખ કરોડ વાર્ષિક ભારતના ગ્રામીણ અર્થવ્યવસ્થા દૂધના ઉદ્યોગમાં છે. અંદાજે 10 કરોડ ખેડૂતોને તેના પર આધારિત છે. ગુજરાતમાં 36 લાખ પરિવાર દૂધનું ઉત્પાદન 50 હજાર કરોડ ગ્રામીણ ગુજરાતમાં જાય છે. 2017 મા ભારતના પશુપાલકનો કહેવા પર સરકારે એક નવો કાયદો બનાવ્યો હતો કે, પશુઓમાંથી વેચાતુ દૂધ જ ભારતમાં વેચી શકો છો. તેનુ કારણ વિદેશીઓથી સોયા, આલ્મડન અને ઓટ્સના પ્રોડેક્ટ આવી રહ્યા હતા. તેઓ સિન્થેટિક પ્રોડેક્ટનો ઉપોયગ કરી તેને દૂધ બતાવતા હતા. તેના બાદ 2020 માં પણ એવો કાયદો આવ્યો કે, દૂધની પ્રોડક્ટ પણ દૂધથી જ બનાવાશે. જે કેમિકલ કે વનસ્પતિથી બનાવાતા દૂધની પ્રોડક્ટને ગેરકાયદે ગણાશે. આ મામલે એક પિટીશન કરાઈ હતી. આ બાદ પેટાએ અમૂલને પત્ર લખ્યો કે, સમગ્ર વિશ્વમાં મલ્ટિનેશનલ કંપનીઓ દૂધને રિપ્લેસ કરીને પ્લાન્ટ બેઝ પ્રોડ્કટ પર જઈ રહ્યું છે. તેથી અમૂલે પણ આ પ્લાન્ટ બેઝ પ્રોડક્ટ પર જવુ જોઈએ. જે પશુપાલકોની આવક પર મોટો ઘાવ છે.

આ પણ વાંચો : હાઈકોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢીને કહ્યું, તમારી પાસે ટેક્સ વસૂલાતના ડેટા છે પણ ફાયર સેફ્ટીના નહિ

તેમણે વધુમાં કહ્યું કે, ભારતના 10 કરોડ પશુપાલકોની આવક દૂધ પર નિર્ભર છે, તો તેઓ બીજુ શું કરશે. તેમના ઘર તેના પર ચાલે છે, બાળકો આ આવકથી ભણે છે. 10 માંથી 7 કરોડ ખેડૂતો તો પશુપાલન સિવાય કંઈ નથી કરતા, તો તેઓ શું કરશે. આ સંસ્થાઓનો બતાવવાનો મુખવટો અને કરવાનો મુખવટો અલગ છે. તેમના ફંડ વિદેશમાંથી આવે છે. તેમનો એજન્ડા ભારતનું ફ્રેશ દૂધને હટાવીને લેબમાં બનાવેલુ સિન્થેટિક દૂધને બે-ત્રણ ગણા ભાવે વેચવાનો છે. તેથી ગામડાના રૂપિયા વિદેશમાં જાય. 

તેમણે એમ પણ જણાવ્યું કે, અમારી બોર્ડ મીટિંગે પેટાના આ સૂચનનો વિરોધ કરવાનો હક આપ્યો. તેથી અમે આ વાતનો વિરોધ કર્યો. અમે લોકો પાસેથી જાણકારી મેળવવા માંગીએ છીએ કે એનજીઓનો રિયલ હેતુ શું છે, કે ભારતની અર્થવ્યવસ્થા પર એટેક કરે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news