Adani Group: ગૌતમ અદાણીની ધમાકેદાર વાપસી, ગુજરાતની આ નામાંકિત સિમેન્ટ કંપની પર કર્યો કબજો

Adani Group: અદાણી સમૂહે ગુજરાત સ્થિત સાંઘી ઈન્ડસ્ટ્રીઝને પૂર્ણ કેશ ડીલમાં હસ્તગત કરી છે. જો ઓપન ઓફરને સફળતાપૂર્વક સબસ્ક્રાઈબ કરવામાં આવે તો ઓપન ઓફર સહિત કુલ 82.74 ટકા ભાગીદારી માટે ઈક્વિટી મુલ્ય 2441.37 કરોડ રૂપિયા હશે. અદાણી સમૂહના અધ્યક્ષ ગૌતમ અદાણીએ આ અધિગ્રહણને અંબુજા સિમેન્ટ્સની વિકાસ યાત્રા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. 

Adani Group: ગૌતમ અદાણીની ધમાકેદાર વાપસી, ગુજરાતની આ નામાંકિત સિમેન્ટ કંપની પર કર્યો કબજો

Adani Group Mega Deal: જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ધીરે ધીરે કંપનીના શેર ઉપર જઈ રહ્યા છે. હવે અદાણી ગ્રુપની અંબુજા સીમેન્ટ કંપનીએ 5000 કરોડ રૂપિયાની મોટી ડીલ ફાઈનલ કરી છે. આ અધિગ્રહણની જાણકારી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને આપી. ડીલ હેઠળ અંબુજા સીમેન્ટે 5000 કરોડ રૂપિયાના ઉપક્રમ મૂલ્ય પર સાંઘી ઈન્ડસ્ટ્રીઝમાં મોટી ભાગીદારીને ટેક ઓવર કરવાની જાહેરાત કરી છે. અત્રે જણાવવાનું સાંઘી ઈન્ડસ્ટ્રીઝ વેસ્ટર્ન ઈન્ડિયાની મોટી સીમેન્ટ નિર્માતા કંપની છે. 

56.74 ટકા ભાગીદારી ટેકઓવર
ડીલ બાદ તરત ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વિટર દ્વારા કહ્યું કે અંબુજા સીમેન્ટ 2028 સુધી પોતાની સીમેન્ટ ક્ષમતાનું બમણુ ઉત્પાદન કરવા તરફ આગળ વધી રહી છે. અદાણી પોર્ટફોલિયોમાં દેશના સૌથી કુશળ/ સૌથી ઓછા ખર્ચવાળા ક્લિંકર નિર્માતા  (Sanghi Industries) ને સામેલ કરવાની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. 

અદાણી ગ્રુપની યુનિટ અંબુજા સીમેન્ટ તરફથી સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિં. (SIL) ના હાલના પ્રમોટર, રવિ સાંઘી અને પરિવાર પાસેથી કંપનીની 56.74 ટકા હિસ્સેદારીને ટેકઓવર કરવામાં આવશે. 

હિંડનબર્ગના રિપોર્ટ બાદ બેઠી હતી દશા
અત્રે જણાવવાનું કે જાન્યુઆરી 2023માં હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. પરંતુ ધીરે ધીરે હવે કંપનીના શેર ઊંચાઈએ  જઈ રહ્યા છે. હવે અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટ કંપનીએ 5000 કરોડ રૂપિયાની મોટી ડીલ ફાઈનલ કરી છે. આ અધિગ્રહણ અંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વિટર પર ટ્વીટ કરીને જાણકારી આપી હતી. અત્રે જણાવવાનું કે સાંઘી ઈન્ડસ્ટ્રીઝ વેસ્ટર્ન ઈન્ડિયાની મોટી સીમેન્ટ નિર્માતા કંપની છે. 

ગૌતમ અદાણીએ શું કહ્યું
ડીલ બાદ તરત ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વિટર દ્વારા કહ્યું કે અંબુજા સિમેન્ટ 2028 સુધીમાં પોતાની સીમેન્ટ ક્ષમતાનું બમણું ઉત્પાદન કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. અદાણી પોર્ટફોલિયોમાં દેશના સૌથી કુશળ/સૌથી ઓછા ખર્ચવાળા ક્લિંકર નિર્માતા (Sanghi Industries) ને સામેલ કરવાની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. 

અદાણી ગ્રુપની યુનિટ અંબુજા સીમેન્ટ તરફથી સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિં (SIL) ના હાલના પ્રમોટર, રવિ સાંઘી, અને પરિવાર પાસેથી કંપનીના 56.74ટકા ભાગીદારીને ટેકઓવર કરવામાં આવશે. 

અલ્ટ્રાટેક બાદ અંબુજા બીજી મોટી કંપની
કંપની તરફથી ગુરુવારે બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ આ અધિગ્રહણનું ફંડિંગ સંપૂર્ણ રીતે આંતરિક સંસાધનો દ્વારા કરાશે. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણીની કંપનીઓ પર નાણાકીય ગેરરીતિના આરોપો બાદ ગ્રુપ તરફથી કરાયેલી આ પહેલી મોટી ડીલ છે. આ ડીલથી અંબુજા સીમેન્ટ કંપનીને પોતાની ક્ષમતાને વધારીને 7.36 કરોડ ટન કરવામાં મદદ મલશે. અંબુજા બીજી સોથી મોટી સિમેન્ટ નિર્માતા કંપની છે. અદાણી ગ્રુપ ગત વર્ષ સપ્ટેમ્બરમાં અંબુજા સીમેન્ટ અને તેની સહયોગી એસીસી લિમિટેડમાં મોટા શેર લઈને સીમેન્ટ સેક્ટરમાં ઉતર્યું હતું. 

કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે SIL ના અધિગ્રહણથી અંબુજા લિમિટેડને બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં મદદ મળશે. તેનાથી કંપનીની સીમેન્ટ ઉત્પાદન ક્ષમતા 6.75 કરોડ ટનથી વધારીને 7.36 કરોડ ટન થશે. ગૌતમ અદાણીએ કહ્યું કે ગ્રુપ 2028 સુધીમાં 14 કરોડ ટન વાર્ષિક સીમેન્ટ ઉત્પાદન ક્ષમતાને સમય પહેલા હાંસલ કરી લેશે. અદાણીએ કહ્યું કે SIL પાસે એક અબજ ટનનો ચૂના પથ્થનો ભંડાર છે. અંબુજા સીમેન્ટ આગામી 2 વર્ષમાં સાંઘીપુરમની ક્ષમતાને વધારીને દોઢ  કરોડ ટન વાર્ષિક કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news