7th Pay Commission: રેલવે કર્મચારીઓને આ મહિને થશે 'બખ્ખા', 14 લાખ લોકોને મળશે સીધો ફાયદો

રેલ મંત્રાલયના આ નિર્ણયથી ભારતીય રેલવેના 14 લાખ કર્મચારીઓ અને પેન્શરોને સીધો લાભ થનાર છે. તેમને જ્યારે એપ્રિલનો પગાર મળશે ત્યારે તેની સાથે જ તેમને હવે 34 ટકાના હિસાબથી મોંઘવારી ભથ્થું મળશે. એટલું જ નહીં, એપ્રિલની સેલેરીની સાથે જાન્યુઆરીથી માર્ચ સુધીનું એરિયર્સ પણ આ 14 લાખ લોકોને મળવાનો છે.

7th Pay Commission: રેલવે કર્મચારીઓને આ મહિને થશે 'બખ્ખા', 14 લાખ લોકોને મળશે સીધો ફાયદો

નવી દિલ્હી: ભારતીય રેલ્વે ટૂંક સમયમાં લાખો કર્મચારીઓને મોટા સમાચાર આપવા જઈ રહી છે. ભારતીય રેલવેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ખુબ જલ્દીથી તગડો પગાર મળવાનો છે. કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકા કર્યું છે. આ ફેરફાર જાન્યુઆરી 2022થી અમલી ગણવામાં આવશે. તેને અમલ કરીને રેલ્વે મંત્રાલયે તેના તમામ ઝોનના કર્મચારીઓ અને પેન્શનરોને વધેલા મોંઘવારી ભથ્થા (DA)ની ચૂકવણી કરવા જણાવ્યું છે. સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું એરિયર્સ પણ ચૂકવવા જણાવ્યું છે.

આ 14 લાખ લોકોને મળશે સીધો લાભ
રેલ મંત્રાલયના આ નિર્ણયથી ભારતીય રેલવેના 14 લાખ કર્મચારીઓ અને પેન્શરોને સીધો લાભ થનાર છે. તેમને જ્યારે એપ્રિલનો પગાર મળશે ત્યારે તેની સાથે જ તેમને હવે 34 ટકાના હિસાબથી મોંઘવારી ભથ્થું મળશે. એટલું જ નહીં, એપ્રિલની સેલેરીની સાથે જાન્યુઆરીથી માર્ચ સુધીનું એરિયર્સ પણ આ 14 લાખ લોકોને મળવાનો છે. આ સંબંધમાં રેલ્વે બોર્ડના ડેપ્યુટી ડિરેક્ટર જય કુમારીજી એ મંગળવારે તમામ ઝોન અને ઉત્પાદન એકમોને પત્ર જાહેર કર્યો છે.

રેલ્વે બોર્ડના નાયબ ડાયરેક્ટરે પત્રમાં આપ્યો આદેશ
રેલ્વે બોર્ડના નાયબ ડાયરેક્ટ તરફથી મોકલવામાં આવેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે હવે રેલ્વેના કર્મચારીઓેને 1 જાન્યુઆરી 2022થી મૂળ વેતનના 31 ટકાના બદલે 34 ટકાના દરથી મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રિવાઈઝ્ડ સેલેરી સ્ટ્રક્ચરમાં મૂળ વેતનનો મતલબ પે મીટ્રિક્સમાં નિર્ધારિત 'પ્રાપ્ત વેતન' સાથે છે. નાયબ ડાયરેક્ટરે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, મોંઘવારી ભથ્થાનું એરિયર્સ માર્ચ 2022ની સેલેરી ડિસ્બર્સ થયા પહેલા થઈ શકે તેમ નથી. 

આ તારીખે થશે ડીએ એરિયર્સની ચૂકવણી
ઓલ ઈન્ડિયા રેલ્વે ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાના હવાલાથી અમુક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે મોંઘવારી ભથ્થાનું એરિયર્સની સાથે ચૂકવણી 30 એપ્રિલે કરવામાં આવશે. બકૌલ મિશ્રા, તમામ સંબંધિત યૂનિટને નાયબ ડાયરેક્ટરના આદેશની કોપી મળી ગઈ છે. આદેશ પર અમલ કરતા હવે અધિકારીઓને 31 ટકાના બદલે 34 ટકાના દરે મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news