7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! સરકારે વધુ એક ભથ્થામાં કર્યો વધારો

7th Pay Commission/Conveyance Allowance news: સરકારી કર્મચારીઓ માટે કામના સમાચાર છે. હવે દર વખતે મોંઘવારી ભથ્થામાં  50% નો વધારો થવા પર કન્વેન્સ એલાઉન્ટમાં પણ 25 ટકાનો વધારો થશે. જેમ બીજા ડીએ લિંક્ડ ભથ્થામાં થાય છે. 

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! સરકારે વધુ એક ભથ્થામાં કર્યો વધારો

નવી દિલ્હીઃ Conveyance Allowance News: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે વધુ એક ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં કેન્દ્રીય કર્મચારીઓને 7માં પગાર પંચ (7th Pay Commission) હેઠળ અલગ-અલગ ભથ્થા મળે છે. તેમાં અલગ-અલગ વિભાગોમાં ભથ્થા પણ અલગ-અલગ હોય છે. 

આ ક્રમમાં સરકારે હાલમાં સરકારી ડોક્ટર્સને (government doctors) મોટી ભેટ આપી છે. સરકરી ડોક્ટર્સના કનવેન્સ એલાઉન્સમાં  (Conveyance allowance) વધારો કરવામાં આવ્યો છે. તેનો સૌથી વધુ ફાયદો કારથી ચાલતા કર્મચારીઓને થયો છે. કેન્દ્રીય કર્મચારીઓના એલાઉન્ટમાં આ વખતે અનેક ગણો વધારો થયો છે. એટલું જ નહીં ટૂ-વ્હીલર અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનાર ડોક્ટર્સના ભથ્થામાં પણ વધારો થયો છે. 

કેટલું મળશે ભથ્થું?
કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કરતા કારથી ચાલનાર ડોક્ટર્સના કનવેન્સ એલાઉન્ટની લિમિટને વધારી દીધી છે. એટલે કે તેને હવે 7150 રૂપિયા સુધીનું ભથ્થુ મળશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર હેઠળ આવતા CGHS એકમની અંતર્ગત હોસ્પિટલો/ફાર્મસી/સ્ટોરમાં કામ કરતા તમામ કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા (CHS) ના ડોક્ટર્સ માટે કનવેન્સ એલાઉન્ટનો મામલો ઘણા દિવસથી પેન્ડિંગ હતો. હવે તેના પર નિર્ણય લેવામાં આવ્યો છે. તે હેઠળ હવે દર વખતે મોંઘવારી ભથ્થુ 50 ટકા વધવા પર કનવેન્સ એલાઉન્ટમાં 25 ટકાનો વધારો થઈ જશે, જેમ બીજા DA લિંન્ક્ડ ભથ્થામાં થાય છે. 

ભથ્થા લેવા માટે આ નિયમ અને શરતો
સરકારી આદેશ મુજબ, તબીબી અધિકારીએ દર મહિને હોસ્પિટલની સરેરાશ 20 મુલાકાત લેવી પડે છે અથવા તેના સામાન્ય ફરજના કલાકોની બહાર 20 મુલાકાત લેવી પડે છે. આ સાથે હોસ્પિટલની મુલાકાતની સંખ્યા 20 ગણી ઓછી અને 6થી વધુ છે. આ અંતર્ગત 375 રૂપિયા, 175 રૂપિયા અને 130 રૂપિયા પ્રતિ મહિને ન્યૂનતમ કન્વેયન્સ એલાઉન્સ હશે. બીજી તરફ, જો ઘરે આવવા કે હોસ્પિટલમાં જનારાઓની સંખ્યા 6 કરતા ઓછી હશે તો ભથ્થું આપવામાં આવશે નહીં.

કઈ રીતે મળશે વાહન ભથ્થુ?
હવે વાત કરીએ કે વાહન ભથ્થુ કઈ રીતે મળશે. તે માટે કોઈ નિષ્ણાંત/સ્વાસ્થ્ય અધિકારીએ શહેરની નગરપાલિકાની સરહદની અંદર 8 કિલોમીટરના વર્તુળની અંદર કે તેનાથી વધુ સત્તાવાર ડ્યૂટી પર યાત્રા માટે દૈનિક ભથ્થુ, કે માઇલેજ ભથ્થુ મળશે નહીં. આ આદેશ અનુસાર  CGHS હેઠળ ડો. રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને સફદરજંગ હોસ્પિટલમાં તૈનાત નિષ્ણાંતોના મામલામાં વાહન ભથ્થુ તે લોકો માટે સ્વીકાર્ય હશે, જેને ઘણા પદો પર નિમવામાં આવ્યા છે. 

પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે
આ આદેશ અનુસાર, કન્વેયન્સ એલાઉન્સનો દાવો કરવા માટે નિષ્ણાત/તબીબી અધિકારીને માસિક બિલ સાથે પ્રમાણપત્ર આપવું ફરજિયાત રહેશે.
- ફરજ પર, રજા પર અને કોઈપણ કામચલાઉ ટ્રાન્સફર દરમિયાન કોઈપણ વાહન ભથ્થું સ્વીકાર્ય રહેશે નહીં.
સૌથી નીચા દરનો દાવો કરતા અને મોટરકાર અથવા મોટરસાયકલ/સ્કૂટરનો ઉપયોગ ન કરતા તબીબી અધિકારીઓ/નિષ્ણાતોએ પણ પગાર બિલ સાથે પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news